વિકાસની વાતોના હવાતિયાં કરનાર મોદી સરકાર દેવાદાર : માત્ર વાતો, આ છે દેવાનો આંક

ભારત સરકાર ઉપર જાહેર દેવું સતત વધી રહ્યું છે અને ગંભીર સ્વરૂપ ધારણ કરવાની તૈયારીમાં છે. સરકારના જાહેર ઋણબોજ અંગે જાહેર કરાયેલા એક અહેવાલ મુજબ જૂન 2019ના અંતે સમાપ્ત થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારત સરકારનું જાહેર દેવું એટલે કે કુલ જવાબદારી વધીને રૂ. 88.18 લાખ કરોડે પહોંચી ગઇ છે. માર્ચ 2019ના અંતે સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં રૂ. 84.68 લાખ કરોડ નોંધાઇ હતી. રિપોર્ટ મુજબ જૂન 2019ના અંત સુધી સરકારના કુલ દેવામાં જાહેર દેવા/ પબ્લિક ડેટનો હિસ્સો 89.4 ટકા હતો. આ આંકડા પબ્લિક ડેટ મેનેજમેન્ટ સેલ (PDMC)ની ત્રિમાસિક રિપોર્ટમાં બહાર આવ્યા છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ, સરકારે જે જામીનગીરીઓ એટલે કે સિક્યોરિટીઓ મારફતે નાણાં એક્ત્ર કર્યા છે તેમાં લગભગ 28.9 ટકા એવા છે જેમની મેચ્યુરિટી આગામી પાંચ વર્ષથી પણ ઓછા સમયગાળામાં થઇ જશે. માર્ચ 2019ના અંત સુધી સરકારી જામીનગીરીઓ રાખવાના મામલે 40.3 ટકા હિસ્સેદારી કોમર્શિયલ બેન્કોની પાસે અને 24.3 ટકા વીમા કંપનીઓ પાસે હતી. 

જૂન ક્વાર્ટરમાં 2.21 લાખ કરોડની જામીનગીરીઓ ઇશ્યૂ કરી

ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કેન્દ્રમાં રહેલી મોદી સરકારે રૂ. 2,21,000 કરોડની જામીનગીરીઓ ઇશ્યૂ કરી છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટર દરમિયાન રૂ. 1,44,000 કરોડની સરકારી જામીનગીરીઓ જારી કરવામાં આવી હતી. પ્રથમ ક્વાર્ટરમાં જારી કરાયેલી જામીનગીરીઓનો પરિપક્વતાનો સરેરાશ સમયગાળો (WAM) 15.86 વર્ષ રહ્યો છે. જ્યારે તેની અગાઉના વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં ઇશ્યૂ કરાયેલી જામીનગીરીઓના પરિપવક્તાનો સરેરાશ સમયગાળો 14.18 વર્ષ હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.