કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે 2 ઓક્ટોબર પછી ITની નોટિસ ફાડીને ફેંકી દેજો, જાણો વિગતે

કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે હાલમાં જ ઉદયપુરમાં કહ્યું હતું કે, હાલમાં જ કેન્દ્ર સરકારે દેશમાં પુંજી નિવેશને પ્રોત્સાહન આપવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. વર્તમાન કંપનીઓ હાલમાં જે કામ કરી રહી છે, તેમના ટેક્સને 34%થી હટાવીને 22% કરી દેવામાં આવ્યો છે અને ઓક્ટોબર બાદ જે નવી કંપનીઓની સ્થાપના કરશે તેમનો બેઝ ટેક્સ 15 % હશે, ઇફેક્ટિવ 17% હશે. કોર્પોરેટ ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે, દેશમાં પુંજી નિવેશ કરવા માટે ભારતની ટેક્સ વ્યવસ્થાને ખૂબ જ મેન્ચુફેક્ચરિંગના પક્ષમાં નિર્માણના પક્ષમાં કરવામાં આવી છે, જેથી ભારત નિર્માણનું એક મોટું કેન્દ્ર બની શકે. આજે હું જ્યારે ઉદયપુરમાં છું, તો અહિંયા ઘણો પુંજી નિવેશ થાય છે. અહિંયાના લોકોને આગ્રહ કરીશ કે નરેન્દ્ર મોદીની સરકારે જે ઐતિહાસિક ફેંસલો કર્યો છે. ટેક્સને એટલો ઓછો કર્યો છે કે ભારતનું ટેક્સ સ્ટ્રક્ચર દુનિયાનું બેસ્ટ સ્ટ્રક્ચર થઇ ગયું છે. કમ્બોડિયા, વિયેતનામ, થાઇલેન્ડ કરતા પણ સારું થઇ ગયું છે. તો પુંજી નિવેશ કરો, ભારતને નિર્માણનું એક કેન્દ્ર બનાવીએ.

રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું હતું કે, ઇમાનદાર ટેક્સ ભરનારાને તંગ ન કરવામાં આવે, તેને લઇને વધુ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 2 ઓક્ટોબરથી કોઇપણ ઇનકમ ટેક્સ પદાધિકારી કોઇપણ કરદાતાને સીધી નોટિસ નહીં મોકલી શકે. આ નોટિસ એક સિસ્ટમમાં જશે. તેનો ડિજિટલ નંબર હશે. સિસ્ટમ તપાસ કરશે કે નોટિસ મોકલવા લાયક છે કે નહીં. તો હવે કોઇપણ કરદાતાને પરેશાન કરવા માટે સીધી નોટિસ નહીં મોકલી શકે. જો એવી કોઇ નોટિસ આવે તો તે ગેરકાયદેસર માનવામાં આવશે. તો મારો આગ્રહ એ છે કે, જો 2 ઓક્ટોબર બાદ આવી કોઇ નોટિસ આવે, તો સીધી ઇનકમ ટેક્સ પદાધિકારી દ્વારા વગર ડિજિટલ નંબરથી તેને ફાડીને ફેંકી દેજો અને કોઇ પૂછે તો કહી દેજો દેશના કાયદામંત્રીએ કહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.