20 ફેબ્રુઆરીએ 19 વર્ષનાં વિદ્યાર્થિની અમૂલ્યા લિયોના બેંગલુરુમાં CAA અને NRC સામેના વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા ગયાં હતાં. ત્યાં તેમણે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા. અમૂલ્યાને પોતાની વાત પૂરી ના કરવા દેવાઈ અને મંચ પરથી ખેંચીને દૂર કરી દેવાયાં. બાદમાં તેમના પર રાજદ્રોહ એટલે કે આઈપીસીની કલમ 124-Aનો આરોપ લગાવીને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યાં
અમૂલ્યાનો પૂરો વીડિયો જોવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે કે તેઓ આ નારાને સમજાવવાની કોશિશ કરી રહી હતી.
પરંતુ તેમની વાત સાંભળવા માટે કોઈ તૈયાર નહોતું. તે ઓ હિન્દુસ્તાન ઝિંદાબાદનો નારો પણ લગાવવાનાં હતાં તે વાતની અવગણના કરી દેવામાં આવી.
શું ‘પાકિસ્તાન ઝિંદાબાદ’નો નારા લગાવવા રાજદ્રોહ છે અને શું પાકિસ્તાન મુર્દાબાદ એવું કહેવાથી દેશભક્તિનો પુરાવો મળી જાય છે?
સુપ્રીમ કોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી દુષ્યંત દવે કહે છે, “પાકિસ્તાન ઝિંદાબાદ કહેવું એક રાજદ્રોહ નથી. રાજદ્રોહની વાત જવા દો આવું બોલવું એ કોઈ પ્રકારનો ગુનો નથી કે પોલીસે તેની ધરપકડ કરી શકે.”
દવે કહે છે, “પાડોશી દેશો સાથે સારા સંબંધો રાખવાની વાત બંધારણમાં કહેવામાં આવી છે. જેમને એમ લાગતું હોય કે પાકિસ્તાન સામે નફરત એ જ દેશભક્તિ છે, તો તેઓ ભારતને એક નેશન-સ્ટેટ તરીકે સમજ્યા નથી.”
“કોઈ એક દેશ માટે નફરત તે આટલા મોટા દેશ માટે વફાદારીનો પુરાવો ન હોઈ શકે. ભારતના બંધારણમાં પણ આવી કોઈ વાતને સ્થાન આપવામાં આવ્યું નથી.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.