જો તમે હજુ સુધી તમારું PAN (પર્મન્ટ એકાઉન્ટ નંબર)કાર્ડઆધારથી લિંક નથી કરાવ્યું તો ફટાફટ કરાવી લો. જો તમે PANને આધાર સાથે 31 માર્ચ સુધી લિંક નહીં કરાવો તો ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારા પર 10 હજાર રૂપિયાનો દંડ ફટકારી શકે છે. અગાઉ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, 31 માર્ચ સુધી જો કોઈ PAN કાર્ડ હોલ્ડર PANને આધારથી લિંક નહીં કરાવે તો તેમનું PAN કાર્ડ નિષ્ક્રિય જાહેર કરવામાં આવશે. જો કે, હવે ઈન્કમટેક્સ એક્ટ અંતર્ગતPAN સક્રિય નહીં રાખવા બદલ દંડ કરવામાં આવશે.
નિયમ અંતર્ગત જો તમારુંPAN નિષ્ક્રિય થઈ જાય છે અને તમે તેનો ઉપયોગ બેંક ટ્રાંઝેક્શન અથવા અન્ય જગ્યાએ કરો છો તો એવું માનવામાં આવશે કે તમે કાયદા હેઠળ PAN નથી આપ્યું, આવી સ્થિતિમાં ઈન્કમ ટેક્સની કલમ 272B અંતર્ગત તમને 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવી શકે છે. એક્ટની કલમ 139A અંતર્ગત માગવા પર પાન બતાવવું અનિવાર્ય છે. જો કે, બેંક અકાઉન્ટ ખોલાવવા અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે નિષ્ક્રિય PANનો ઉપયોગ કરવા પર દંડ નહીં લાગે.
જો તમે બેંક અકાઉન્ટમાંથી 50 હજાર રૂપિયા કરતા વધારે રકમ ઉપાડો છો અથવા જમા કરાવો છો તો તમારેPAN કાર્ડ બતાવવું પડશે. પરંતુ રાહતની વાત છે કે જો તમારુંPAN નિષ્ક્રિય થઈ જાય છે તો તમારે નવા PAN કાર્ડ માટે અપ્લાઈ કરવાની જરૂર નથી. તમે તમારા જૂના PANને જ આધારની સાથે લિંક કરાવી શકો છો. લિંક કરાવ્યા બાદ તમારુંPAN આપમેળે માન્ય થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.