કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને છત્તીસગઢ કોંગ્રેસના પ્રદેશ ચૂંટણી પ્રભારી પન્નાલાલ પુનિયા (PL Punia)એ મધ્ય પ્રદેશના રાજકારણમાં ચાલી રહેલી ઉથલપાથલને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના એક-એક ધારાસભ્યોની સાથે કોંગ્રેસ પાર્ટીનો પણ એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે.
અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના એક માત્ર વિધાયક રાજેશ શુક્લા છે. જ્યારે બસપાના બે ધારાસભ્યોમાંથી એક રામબાઈ પાર્ટીમાંથી સસ્પેન્ડ છે. જ્યારે બીજા ધારાસભ્ય સંજીવ કુશવાહા છે. પીએલ પુનિયાએ જે કોંગ્રેસ વિધાયકના ભાજપના સંપર્કમાં હોવાની વાત કરી છે તે અંગે હજુ કોઈ જાણકારી નથી.
આ અગાઉ મધ્ય પ્રદેશના આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્માએ કહ્યું કે કમલનાથ સરકાર પોતાના આંતરિક કલેહ અને આંતરવિરોધોથી ગ્રસ્ત છે. ભાજપને તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે હોર્સ ટ્રેડિંગ સંબંધિત કોઈ પણ પ્રયત્ન કર્યો નથી.કોંગ્રેસ પોતાના લોકોની ચિંતા કરે. મારું સ્પષ્ટ કહેવું છે કે ભાજપને તેની સાથે કોઈ લેવાદેવા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.