100 રૂપિયાની નવી નોટ ન હવે ફાટશે કે ન કપાશે. જલ્દી જ તમારા હાથમાં 100 રૂપિયાની નવી નોટ આવશે, જેને તમે તમારા પોકેટમાં કેટલા પણ દિવસ રાખશો તો પણ ફાટશે નહિ. પાણીમાં નોટ નાખવા પર પણ નોટ પલળશે નહિ. ભલે ગમે તેટલું વાળી દેશો તો પણ વળશે નહિ. જોવામાં તે એકદમ 100 રૂપિયાની નોટ જેવી જ લાગશે. પરંતુ તેમાં એક ખાસ ફીચર હશે. આ ખાસ ફીચરને કારણે તમે નોટને ગમે તે રીતે તમારા ખિસ્સામાં રાખી શકશો. આશા છે કે, જલ્દી જ પર્પલ કરીને આ નોટ તમને માર્કેટમાં જોવા મળશે. આરબીઆઈએ આવી 1 અરબ નોટ છાપી રહી છે.
નોટ પર વાર્નિંશ લાગેલું હશે
માર્કેટમાં પહેલાથી પર્પલ કલરની 100 રૂપિયાની નોટ અવેલેબલ છે. આવામાં નવી નોટ કેમ. કદાચ આ સવાલ તમારા મનમાં ઉભરશે. પરંતુ આરબીઆઈ તેમાં એક ખાસ ફીચર જોડી રહ્યું છે. આ ફીચરવાળા નોટને હાલ પાંચ શહેરોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વાર્નિશ થયેલ 100 રૂપિયાની નોટ જાહેર કરશે. આ નોટ રીંગણ કલરની હશે.
ન ફાટશે, ન કપાશે
નવી 100 રૂપિયાના નોટની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે ન તો પલળશે, ન તો ફાટશે, ન તો કપાશે. 100 રૂપિયાની નવી નોટ પર પાણીની અસર પણ નહિ થાય. કારણ કે, આ નોટ પર વાર્નિશ પેઈન્ટ ચઢેલુ હશે. વાર્નિશ પપેઈન્ટ એ જ છે, જેનો ઉપયોગ લાકડા પર કરાય છે. આરબીઆઈ આ નોટને છાપવા જઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.