RBIએ જેના પર મૂક્યો હતો પ્રતિબંધ તેવી ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગને સુપ્રીમ કોર્ટે આપી લીલી ઝંડી

સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સી ( Cryptocurrency) ના ટ્રેડિંગને લીલી ઝંડી આપી છે. કોર્ટે RBI દ્વારા લગાવાયેલો પ્રતિબંધ હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) બેંકિંગ લેવડદેવડમાં બિટકોઈન અને બાકી ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાના આરબીઆઈના આદેશને હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે આ ખુબ કડક પગલું છે. આ મામલે દાખલ થયેલી અરજીઓમાં અરજીકર્તાઓએ કહ્યું હતું કે ભારત સરકારે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લગાવ્યો નથી પરંતુ આરબીઆઈએ પોતાના તરફથી આદેશ બહાર પાડ્યો છે.

અત્રે જણાવવાનું કે આરબીઆઈએ 2018માં એક સરક્યુલર બહાર પાડીને બેન્કોને ક્રિપ્ટો કરન્સીમાં વેપાર કરવાની ના પાડી હતી. ત્યારબાદ ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ અને કેટલીક સંસ્થાઓએ રિઝર્વ બેન્કના આ સરક્યુલરને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સુનાવણી દરમિયાન કેન્દ્રીય બેન્ક દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા એક સોગંદનામામાં કહેવાયું હતું કે તેણે ફક્ત પોતાના નિયમન હેઠળ આવતી બેન્કો અને અન્ય સંસ્થાઓને તેના જોખમોથી બચવા માટે આ પગલું ભર્યું છે.

શું છે ક્રિપ્ટો કરન્સી?
ક્રિપ્ટો કરન્સી એક ડિજિટલ કરન્સી હોય છે જે બ્લોકચેન ટેક્નોલોજી પર આધારિત છે. આ કરન્સીમાં એનક્રિપ્શન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. આ ટેક્નોલોજી દ્વારા કરન્સીના ટ્રાન્ઝેક્શનના સંપૂર્ણ લેખા જોખા થાય છે. જેને હેક કરવું ખુબ મુશ્કેલ છે. આ જ કારણે ક્રિપ્ટો કરન્સીમાં ફ્રોડ થવાની શક્યતા ખુબ ઓછી છે. ક્રિપ્ટો કરન્સીનું સંચાલન કેન્દ્રીય બેન્કથી સ્વતંત્ર હોય છે જે તેની મોટી ખામી કહી શકાય. આરબીઆઈના સર્ક્યુલરને પડકારવા માટે ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.