સુરતના વરાછા વિસ્તારમાં ક્લિનિકમાં પેટ દુખાવા અર્થે ગયેલી મહિલાની તબીબે છેડતી કરી હતી. મહિલાએ તેના પતિને તબીબ દ્વારા તેની છેડતી કરવાની વાત જણાવતા મહિલાના પતિએ પોલીસને જાણ કરી હતી. જે બનાવમાં પોલીસે ફરિયાદના આધારે નરાધમ તબીબની ધરપકડ કરી હતી.
સુરતના વરાછા વિસ્તારમાં ક્લિનિકમાં પેટ દુખાવા અર્થે ગયેલી મહિલાની તબીબે છેડતી કરી હતી. મહિલાએ તેના પતિને તબીબ દ્વારા તેની છેડતી કરવાની વાત જણાવતા મહિલાના પતિએ પોલીસને જાણ કરી હતી. જે બનાવમાં પોલીસે ફરિયાદના આધારે નરાધમ તબીબની ધરપકડ કરી હતી
સુરતના વરાછા વિસ્તારમાં રહેતી મહિલા પેટમાં દુઃખાવો ઉપડતા ઘર નજીક આવેલી મારુતિ ક્લિનિકમાં સારવાર લેવા ગઈ હતી. દરમિયાન હાજર તબીબ આર.ટી.ગોયાણી દ્વારા સારવારના બહાને મહિલાની શારીરિક છેડતી કરી હતી. તબીબ દ્વારા કરાયેલી છેડતીને લઈ મહિલા હેબતાઈ ગઈ હતી અને સમગ્ર ઘટના તેના પતિને કહી હતી. પત્નીની વાત સાંભળતા જ પતિ પત્ની બંન્ને વરાછા પોલીસ મથકમાં પહોંચ્યા હતો અને તબીબ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી
જે ફરિયાદના આધારે પોલીસે નરાધમ તબીબની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો. ડોક્ટર દ્વારા અનેક વાર છેડતીના બનાવો સામે આવતા હોય છે. આ આર.ટી ગોયાણી નામના નરાધમ ડોક્ટરે મહિલાની સારાવાર કરવાના બહાને તેની સાથે શારીરિક અડપાલા કર્યા હતા જેથી મહિલાએ તેના પતિ સાથે મળીને છેડતીની ફરિયાદ નોધાવતા પોલીસે તબીબની ધરપકડ કરી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.