જૂનાગઢમાં એસઓજીએ નકલી રિસિપ્ટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે ત્યારે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસે દોલતપરા વિસ્તારમાં રહેતા આરોપીના ઘરે દરોડા પાડી 45 હજારનો મુદ્દામાલ કબજે કરી 47 લોકો સામે ફરિયાદ કરી છે. તો પોલીસે સમગ્ર કૌભાંડ મામલે સંકળાયેલા લોકો અંગે પણ તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં નકલી રિસિપ્ટ મામલે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે, જેમણે ગેરરીતિ કરવાની કોશિશ કરી છે તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ વખતે કડક વ્યવસ્થા હોવાના કારણે કોઈપણ ગેરરિતી થવાની શક્યતા નથી.
આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. વિકલાંગ વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડફ્લોર પર વર્ગખંડની વ્યવસ્થા કરાઈ છે. આ સિવાય પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ વર્ગખંડો CCTVથી સજ્જ રાખવાના આદેશ અપાયા છે. તમામ પરીક્ષા કેન્દ્રો પાસેથી CCTVના રેકોર્ડીંગ એકત્ર કરાશે. આ બોર્ડની પરીક્ષા 21 માર્ચના રોજ પૂર્ણ થશે.
ગુજરાતના 10 જિલ્લામાં 45 સંવેદનશીલ અને અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર SRP અને CRPFનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અતિસંવેદનશીલ કેન્દ્રોમાં છોટાઉદેપુર, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, આણંદ અને બોટાદ સહિતના જિલ્લાનો સમાવેશ થાય છે. પરીક્ષાઓમાં અનેક વાર ગેરરીતિ અને કોપીકેસની ઘટનાઓ સામે આવતી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.