નવી દિલ્હીઃ દિલ્હી હિંસામાં ઉશ્કેરણીજનક ભાષણ આપનારા ભાજપ નેતાઓ વિરુદ્ધ FIR નોંધાવવાની માંગ કરનારી અરજીઓને સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટમાં મોકલી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પર હાઈકોર્ટને શુક્રવારે જ સુનાવણી કરવાનો આદેશ આપ્યો. ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્તની બેંચે બુધવારે કહ્યું કે, હિંસા સાથે જોડાયેલા કેસમાં સુનાવણીમાં મોડું કરવું એ સારી બાબત નથી. હાઈકોર્ટે આ કેસ સાથે જોડાયેલીઅરજીઓની સુનાવણી 13 એપ્રિલે નક્કી કરી હતી.
સુપ્રીમ કોર્ટે અરજદારોના વકીલ કોલિન ગોન્જાલ્વિસને કહ્યું કે તે ઉશ્કેરણીજનક ભાષણ આપનારા નેતાઓના નામ હાઈકોર્ટને આપે, જેથી તે શાંતિ રાખવાની સંભાવના અંગે વિચાર કરી શકે. ગોન્જાલ્વિસે તેમની દલીલમાં કહ્યું કે, જો ભાજપ નેતા કપિલ મિશ્રા, પરવેશ વર્મા અને અનુરાગ ઠાકુરે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યા ન હોતતો હિંસાની ઘટનાઓ ન બની હોત. એ લોકોની ધરપકડ કરી હોત તો રમખાણો ના થાત.
આ અંગે ચીફ જસ્ટિસે કહ્યું કે, નેતાઓની ધરપકડ કરીશું તોરમખાણો નહીં થાય એકહેવું યોગ્ય નથી.ક્યારેક ક્યારેક નેતાઓને ધરપકડ કરવાના કારણે પણ રમખાણ થઈ જાય છે. શું તમને મુંબઈના રમખાણ યાદ નથી? ત્યાં ઘણા નેતાઓની ધરપકડ કર્યા બાદ રમખાણ થયા હતા.
દિલ્હી હાઈકોર્ટે રમખાણમાં પીડિતોને વળતર આપવા માટે દિલ્હી સરકારના નિર્ણય વિરુદ્ધ અરજીને રદ કરી દીધી છે. ભાજપ નેતા અને પૂર્વ ધારાસભ્ય નંદ કિશોર ગર્ગની અરજીને ફગાવતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ સી હરિશંકરે કહ્યું કે, પીડિતોને વળતર આપવા માટે સરકારના નિર્ણયમાં કંઈ ખોટું નથી. આ સરકારનો નીતિગત નિર્ણય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.