RBIના ડેપ્યૂટી ગવર્નર વિશ્વનાથને સ્વાસ્થ્ય કારણોને પગલે છોડ્યું પદ, ગત 1 વર્ષમાં ગવર્નર સહિત 3 રાજીનામા

ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યૂટી ગવર્નર એન. એસ. વિશ્વનાથને સ્વાસ્થ્ય કારણોને પગલે રાજીનામુ આપી દીધુ છે. તેમના રિટાયર્મેન્ટને હજુ 3 મહિનાનો સમય બાકી છે, પરંતુ સ્વાસ્થ્ય કારણોસર વિશ્વનાથને પહેલા જ પદ છોડી દીધુ છે. દેશના સતત ઘટના GDP, બેંકોના મર્જર અને મોંઘવારી પર નિયંત્રણ મેળવવાના પ્રયત્નોના મહત્ત્વના સમયની વચ્ચે વિશ્વનાથનું પદ છોડવું કેન્દ્રીય બેંક માટે મોટો ઝટકો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 31 માર્ચે વિશ્વનાથન કેન્દ્રીય બેંક છોડી દેશે. વિશ્વાનાથનના 4 દાયકા લાંબા કરિયરનો અંત આમ તો જુનમાં થવાનો હતો, પરંતુ તેમણે ત્રણ મહિના પહેલા જ પદ છોડી દીધુ છે. મળતી માહિતી અનુસાર, હાલમાં જ તેમણે માનસિક તાણ સાથે સંકળાયેલી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. આ એવો સમય છે, જ્યારે RBIએ મોનિટરિંગ માટે તેમની સેવાઓની ખૂબ જ જરૂર હતી.

1981માં સર્વિસ જોઈન કરનારા વિશ્વનાથનને બેંકિંગ ઈન્ડસ્ટ્રીના મોટા જાણકાર માનવામાં આવે છે. ખાસ કરીને નિયમ અને કાયદાના મામલામાં તેમની ખૂબ જ સારી પકડ રહી છે. તેને પગલે ગવર્નર શક્તિકાંત દાસે તેમને ગત વર્ષે જુનમાં એક વર્ષનો સેવા વિસ્તાર આપ્યો હતો. ડેપ્યૂટી ગવર્નર તરીકે વિશ્વનાથન બેંકિંગ રેગ્યુલેશન, કોપરેટિવ બેંકિંગ, ડિપોઝીટ ઈન્સ્યોરન્સ સહિત ઘણા સેક્ટર્સ પર નજર રાખી રહ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.