સુરત : સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાત ના વાતાવરણમાં આવેલા પલટાને લઇને ઠેર ઠેર કમોસમી વરસાદ શરૂ થયો હતો. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ વરસાદથી દક્ષિણ ગુજરાત ખેડૂતો પાકને મોટા પ્રમાણમાં નુકસાનનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ વરસાદથી શહેરમાં અલગ અલગ જગ્યાએ પાણી પણ ભરવાની સમસ્યા સામે આવી હતી.
ગુજરાત આવેલા વાતાવરણના પલટા બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના રાંદેર, પાલ, કોસાડ, પાલનપુર, ઉધના દરવાજા, રિંગરોડ, અમરોલી, કોસાડ, જહાંગીરપુરા તેમજ સેન્ટ્રલ ઝોન વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોનું જનજીવન ખોરવાઇ જવા પામ્યું હતું. સાથે જ સવારના સમયે નોકરી-ધંધો જતા લોકોને વરસાદના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ખાસ કરીને શહેરના કોટ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની કામગીરી માટે ખોદકામ કરાયું હતું અને તેમાં અચાનક પડેલા વરસાદના કારણે રસ્તા પર અવરજવર માટે લોકોને મુશ્કેલી પડી હતી. શહેરના નાના વરાછા, કાપોદ્રા વિસ્તારના વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.