સુરતની પ્રતિષ્ઠિત મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પરેશ તલાવિયાએ દારૂ પિવડાવી મહિલા પર કર્યો ગેંગરેપ

સુરત શહેરના પ્રતિષ્ઠિત મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પરેશ તળાવિયા અને તેના મિત્રોએ એક વિધવા મહિલા પર ફાર્મ હાઉસમાં ગેંગરેપ આચર્યો હોવાની પોલીસ ફરિયાદ થતા હાહાકાર મચી ગયો છે. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદના આધારે પરેશ તળાવિયાની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ ઘટના ત્રણ મહિના જૂની છે જેમાં મહિલાની ફરિયાદના આધારે કાર્યવાહી થઈ છે.

આ કેસની ફરિયાદી મહિલા મૂળ ગોંડલની રહેવાસી છે. તેનું લગ્ન સુરતમાં થયું હતું પરંતુ પતિની દારૂ પીવાની અને માર મારઝૂડથી કંટાળી તેણે છૂટાછેડા લીધા હતા અને પુત્ર તેમજ પુત્રીના અભ્યાસ માટે એકલી રહેતી હતી.

દરમિયાન અમરેલી લાઠી નજીક ગામના વતની પરેશ તળાવિયા કે જે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક છે અને જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેની સાથે મહિલાનો પરિચય થયો હતો. પરેશે યુવતીને ઘર ચલાવવામાં આર્થિક રીતે મદદરૂપ બની તેનો વિશ્વાસ હાસંલ કરી લીધો હતો.

મહિલાનો આક્ષેપ છે કે પરેશે મોડી રાત્રે નશાની હાલતમાં યુવતીના ઘરે આવ્યો હતો અને તેના પુત્રી અને પુત્રની હાજરીમાં જ યુવતીની છેડતી કરી હતી જોકે આ બાબતનો સંતાનોએ વિરોધ કરતાં સંચાલકે પુત્રને ઢોર મારમારી હથિયાર બતાવીને બીજા રૂમમાં પૂરી દીધો હતો

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.