8 માર્ચે આખી દુનિયા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવે છે. આ દિવસ મહિલાઓ માટે ખાસ હોય છે. કારણ કે આ દિવસે તેમની સફળતાની ઉજવણી કરવામાં આવે છે. જો કે હાલ 8 માર્ચને ત્રણ દિવસ બાકી છે. પરંતુ તેની તૈયારી કેટલાક લોકો પહેલાથી જ કરી રહ્યા છે. આ વચ્ચે મહારાષ્ટ્રના મહિલા કલેક્ટર સુમન રાવ ચંદ્રએ એક અનોખી પહેલ શરૂ કરી છે. જેના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના બુલઢાણાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સુમન રાવત ચંદ્રએ એક શાળાની વિદ્યાર્થિનીને એક દિવસ માટે કલેક્ટર બનાવી છે.
બાળકીને એક દિવસની કલેક્ટર બનાવવામાં આવી હોવાની ખબર સૌથી પહેલા IAS સુમન રાવત ચંદ્રએ ટ્વીટ કરીને શેર કરી છે. જ્યાં વિદ્યાર્થિની તેમની ખુરશી પર નજર આવી રહી છે. અને સામે બીજી ખુરશી પર બુલઢાણાના કલેક્ટર છે.જણાવી દઈએ કે, આઈએએસ અધિકારી સુમન રાવત ચંદ્રએ જે વિદ્યાર્થિનીને એક દિવસની કલેક્ટર બનાવી છે તેનું નામ પૂનમ દેશમુખ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.