દુનિયાભરને શરણાર્થી અધિકારોનું જ્ઞાન આપતા CAAનો વિરોધ કરે છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધિત કરતા કહ્યું કે, જે લોકોએ દુનિયાભરને શરણાર્થી અધિકારોનું જ્ઞાન આપે છે તેઓ શરણાર્થીઓ માટે બનેલા CAAનો વિરોધ કરે છે. જે લોકો દિવસ રાત બંધારણની દુહાઈ આપે છે, તેઓ આર્ટિકલ 370 જેવી અસ્થાઈ વ્યવસ્થા હટાવી, જમ્મુ કાશ્મીરમાં સંપૂર્ણપણે બંધારણને લાગૂ કરવાનો વિરોધ કરે છે. આ સાથે જ તેમણે કોરોના વાઈરસને લઈને પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, તેનો સામનો કરવો દુનિયા માટે એક મોટો પડકાર છે.

તેમણે પોતાના ભાષણમાં કહ્યું, અમારી સામે માર્ગ હતો કે પહેલાંથી જ જે ચાલતું આવ્યું છે તે માર્ગ પર ચાલીએ અથવા પોતાનો નવો રસ્તો બનાવીએ, નવી એપ્રોચ સાથે આગળ વધીએ. અમે નવો માર્ગ બનાવ્યો, નવા એપ્રોચ સાથે આગળ વધ્યા અને તેમાં સૌથી મોટી પ્રાથમિકતા લોકોને આપી.
તેમણે કહ્યું, એક સમય હતો જ્યારે એક ખાસ વર્ગની આગાહી અનુસાર જ ચીજો ચાલતી હતી. જે મત તેમણે આપ્યો તેને જ ફાઈનલ સમજવામાં આવી રહ્યો હતો. પરંતુ ટેક્નોલોજીના વિકાસ અને ભાષણના લોકશાહીકરણથી હવે આજે સમાજના દરેક વર્ગના લોકોનો અભિપ્રાય મહત્વનો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.