ચીનમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારની સંખ્યા 3070 થઈ, શુક્રવારે સંક્રમણના 99 નવા કેસ સામે આવ્યા

વોશિંગ્ટન/જીનિવા/બેઈજીંગઃ વિશ્વભરમાં કોરોના વાઈરસનો વ્યાપક ફેલાવો થયો છે. ચીનમાં શુક્રવારે વધુ 28 લોકોના મોત થતા વિશ્વભરના 17 દેશમાં મૃત્યુ પામનારની સંખ્યા 3406 થઈ ગઈ છે. બીજી બાજુ સંક્રમણના વધુ 99 કેસ સામે આવ્યા છે. ચીનમાં સંક્રમણનું કેન્દ્ર વુહાનમાં નવા દર્દીની સંખ્યામાં ઘટાડો થયો છે. બીજી બાજુ હુબેઈ પ્રાંતની બહાર સંક્રમણનો ફેલાવો જારી છે. બીજા દેશોમાંથી ચીન પરત ફરેલા 34 લોકોમાં પણ સંક્રમણની પુષ્ટી થઈ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે કહ્યું છે કે સંક્રમણના જોખમને લીધે અમેરિકામાં કેલિફોર્નિયાના તટ પર ઉભેલા ક્રુઝ શિપ ગ્રાંડ પ્રિંસેસમાં ફસાયેલા વધુ 21 યાત્રીમાં સંક્રમણ જોવા મળ્યા છે.

એવું માનવમાં આવે છે કે ચીનના વુહાનના સી-ફૂડ અને પોલ્ટ્રી માર્કેટમાંથી વાઈરસનો ફેલાવો થયો હતો. વુહાનની વસ્તી 1.1 કરોડ છે. વાઈરસ લોકોથી લોકોમાં ફેલાઈ રહ્યો છે. જોકે, એ સ્પષ્ટ થયું નથી કે વાઈરસ આટલો ઝડપથી કેવી રીતે ફેલાઈ રહ્યો છે અને તે આટલો જોખમી કેમ બન્યો? એશિયામાં દક્ષિણ કોરિયા, ઈરાન સૌથી વધારે અસરગ્રસ્ત છે. ઈરાનમાં પીડિતોની સંખ્યા 3513 થઈ ગઈ છે. દક્ષિણ કોરિયામાં પણ 6593 કેસ સામે આવ્યા છે. જાપાનમાં 1065 લોકોમાં કોરોનાની અસર છે.

વિશ્વના 84 દેશ કોરોના વાઈરસની જાળમાં ફસાઈ ગયા છે અને સંક્રમણના કુલ કેસનો આંકડો એક લાખને પાર થઈ ગયો છે. આ સાથે કુલ 1,00,329 લોકો સંક્રમિત થયા છે. આ વાઈરસનું કેન્દ્ર ચીનમાં સૌથી વધારે 3070 લોકોના મોત થયા છે અને 80,653 લોકોમાં સંક્રમણની પૃષ્ટી થઈ છે. સંક્રમણને લીધે ચીન બાદ ઈટાલી સૌથી વધારે 148 અને ઈરાનમાં 107 લોકોના મોત થયા છે. શુક્રવારે WHOએ વિશ્વ સમુદાયને કહ્યું હતું કે આ સમય પીછેહઠ કરવાનો નહીં પણ સાથે મળીને કામ કરવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.