રેલવે પ્લેટફોર્મ ટિકિટના દર વધશે,ગાંધીનગર અને સુરત સ્ટેશન પર કોઈ વધારો લાગુ પડશે નહીં

એરપોર્ટની જેમ વિકસાવાઈ રહેલા રેલવે સ્ટેશનો પર સગા-સંબંધીને લેવા-મૂકવા જવાનું મોંઘુ પડી શકે છે. રેલવે પ્લેટફોર્મ ટિકિટનો દર રૂ. 10ના સ્થાને 20 અને લોકલ ટ્રેનના સ્ટેશન પર રૂ. 5ના સ્થાને 8નો દર ચૂકવવો પડશે. રોજ 2.80 લાખ જેટલી પ્લેટફોર્મ ટિકિટ વેચાય છે. રેલવેને સરેરાશ 32.40 લાખ રૂપિયાની આવક પ્લેટફોર્મ ટિકિટમાંથી થાય છે. આગામી સપ્તાહે યોજાનારી સચિવોના જૂથની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી મળી શકે છે. દેશના 50 રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. ગુજરાતમાં સુરત પણ આ કેટેગરીમાં આવે છે. ગાંધીનગર અને હબીબગંજ સ્ટેશન પર કોઈ વધારો લાગુ પડશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.