ઉતરપ્રદેશમા તોફાનીઓના ફોટાવાળા હોર્ડિંગ લગાડવા સામે હાઈકોર્ટના આકરા પગલાં

સીએએના વિરોધમાં યુપીમાં હિંસા કરનારાઓના ફોટા સાથેના હોર્ડિંગો જાહેરમાં લગાડવા બદલ હાઈકોર્ટે યુપી સરકારનો ખુલાસો માંગ્યો છે.

હાઈકોર્ટમાં યોગી સરકારની આ કાર્યવાહી સામે થયેલી પિટિશન બાદ હાઈકોર્ટે લખનૌના પોલિસ કમિશ્નર અને કલેક્ટરને કોર્ટ સમક્ષ હાજર રહેવાનો હુકમ કરીને ખુલાસો માંગ્યો છે કે, કઈ જોગવાઈ હેઠળ આ પ્રકારના હોર્ડિંગ લગાડવામાં આવી રહ્યા છે. હાઈકોર્ટનુ માનવુ છે કે, કોઈ પણ વ્યક્તિની સંમતિ વીના તેના ફોટોગ્રાફ વાળા હોર્ડિંગ લગાડવા એ રાઈટ ટુ પ્રાઈવસીનુ ઉલ્લંઘન છે.

યુપી સરકારે તોફાનીઓને સરકારે જાહેર સંપત્તિને થયેલુ નુકસાન ભરપાઈ કરવા માટે નોટિસો તો આપી જ છે પણ સાથે સાથે તેમની તસવીરો સાથેના હોર્ડિંગો પણ જાહેરમાં લગાડવાનુ શરુ કર્યુ છે.

રાજધાની લખનૌથી તેની શરુઆત થઈ છે. જેમાં સંખ્યાબંધ સ્થળોએ 53 તોફાનીઓની તસવીર સાથેના હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે.

સીએએ સામે થયેલા હિંસક દેખાવો દરમિયાન 1.61 કરોડની સંપત્તિનુ નુકસાન થયુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.