કોરોનાથી થરથર કાંપતુ અમેરિકા, ન્યૂયોર્કમાં 89 કેસ બાદ ઈમરજન્સી લગાવાઈ

કોરોના વાયરસે અમેરિકામાં પણ હાહાકાર મચાવવાની સુાત કરી દીધી છે.

ન્યૂયોર્કમાં જ કોરોનાના 89 દર્દીઓ સામે આવી ચુક્યા બાદ હવે ઈમરજન્સી લગાવી દેવાઈ છે. ન્યૂયોર્કના ગર્વનર એન્ડ્ર્યુ કૂમોએ કહ્યુ હતુ કે, લોકોને બચાવવા માટે ઈમરજન્સી લગાવવી જરુરી છે.

નાગરિકો માટે હેલ્પ લાઈનની જાહેરાત કરાઈ છે. ન્યૂયોર્કમાં પણ સેનેટાઈઝરના કાળા બજારની ફરિયાદો મળ્યા બાદ ગર્વનરે કહ્યુ છે કે, આ પ્રકારના કાળાબજાર સહન કરવામાં નહી આવે. કિંમતો પર નજર રાખવા માટે અધિકારીઓને આદેશ અપાયો છે.

અમેરિકામાં ફ્લોરિડામાં બે લોકાના કોરોનાના કારણે મોતની સાથે અમેરિકામાં 17 લોકો આ વાયરસના કારણે મોતને ભેટ્યા છે. ટ્રમ્પ સરકારે કોરોના સામે લડવા 8.3 અબજ ડોલરની સહાય મંજૂર કરી છે.

અમેરિકાના 50 ટકા રાજ્યોમાં કોરોનાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાના ટેક્સાસ શહેરમાં તકેદારીના ભાગરુપે મોટાપાયે યોજાનારી મ્યુઝિકલ કોન્સર્ટ રદ કરી દેવાઈ છે. શહેરમાં સ્થાનિક ઈમરજન્સી જાહેર કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.