મધ્ય પ્રદેશની રાજનીતિનાં કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. તેમના સમર્થક 22 ધારાસભ્યોએ પણ કૉંગ્રેસથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામા બાદ મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર પડવાનું નક્કી થઈ ગયું છે. જો કે જ્યોતિરાદિત્ય સિંધિયાનાં રાજીનામા બાદ અનેક કૉંગ્રેસી નેતા તેમના પર પ્રહાર કરી રહ્યા છે. આ જ ક્રમમાં એમપીનાં મંત્રી જીતૂ પટવારીએ એવી વાત કહી છે જેને સાંભળીને આખી સિંધિયા ફેમિલી અસહજ થઈ જાય છે.
કમલનાથ સરકારનાં ઉચ્ચ શિક્ષા મંત્રી જીતૂ પટવારીએ નામ લીધા વગર સિંધિયા પરિવાર પર મોટો હુમલો કર્યો છે. પટવારીએ મંગળવારનાં ટ્વીટ કરીને કહ્યું કે, ‘એક ઇતિહાસ બન્યો હતો 1857માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની મોતથી, પછી ઇતિહાસ બન્યો હતો 1967માં સંવિદ સરકારથી અને આજે ફરી એક ઇતિહાસ બની રહ્યો છે. ત્રણેયમાં એ કહેવામાં આવ્યું કે હા અમે છીએ.”
પટવારીનાં આ ટ્વીટને સિંધિયા રાજઘરાનાથી જોડવામાં આવી રહ્યું છે. આઝાદીની પહેલી લડાઈની નાયિકા રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજો સામે લડતા-લડતા વીરગતિને પ્રાપ્ત થયા હતા. ઐતિહાસિક તથ્ય છે કે સિંધિયા રાજઘરાનાએ રાણી લક્ષ્મીબાઈની મદદ નહોતી કરી. તો જ્યોતિરાદિત્ય સિંધિયાની દાદી વિજયારાજે સિંધિયાએ 1967માં કૉંગ્રેસ સામે વિદ્રોહ કર્યો હતો. આ જ ક્રમમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસ સામે વિદ્રોહ કરીને પોતાનું રાજીનામું આપી દીધું છે અને તેઓ બીજેપીમાં સામેલ થશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.