વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના વિશે કોંગ્રેસના નેતાઓ અલગ-અલગ નિવેદન આપીને પોતાની રાજનીતિ ચલાવતા હોવાની વાત કરીને આક્રમક મૂડમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું છેકે હાલ મારા નામનો ઉપયોગ કરનાર તમામને હું ચીમકી આપું છું કે મારા નામનો ઉપયોગ ન કરો. હાલ તો કોંગ્રેસમાં ભાગદોડ મચી છે. તમે મારા નામથી રાજનીતિ ના કરો, તમે ખોવાઈ ગયા છો એનાથી વધુ ખોવાઈ જશો.
નીતિન પટેલ કોંગ્રેસમાં અવવાની વાતો કરીને કૉંગ્રેસ નેતા પોતાની રાજનીતિ ચલાવી રહ્યા છે. આ વાતથી નીતિન પટેલ ઉશ્કેરાઈ ગયા હતા.અને કહ્યું હતું કે હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ મરીશ. મને રાજપા વખતે પણ અનેક લાલચો આપી પણ હું પહેલા પણ મારી વાત પર અડગ છું હું કોઈ લાલચથી પ્રેરાયો નથી અને ક્યારેય પ્રેરાઇશ નહીં.
બે દિવસથી કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપમાં જવાના છે તે વાતથી રાજકીય ગરમાવો આવી ગયો છે. આ બધાની વચ્ચે આજે કોંગ્રેસના નેતા અને બેચરજીના ધારાસભ્ય ભરત જી ઠાકોરે કહ્યું કે નીતિનભાઈ 15 ધારાસભ્યો સાથે અમારી સાથે આવી શકે છે. આ વાત થોડીવારમાં ભાજપના મોટા નેતાઓ સુધી પહોંચી ગઈ હતી. અને નિતિન ભાઈને આ વાતની જાણ થતાં તેઓ તાબડતોબ મીડિયા સમક્ષ પહોંચી ગયા હતા.તેની સાથે તેઓ ભાજપના છે અને એવી વાતો કરી પણ તેમને કોંગ્રેસના કયા નેતાએ આ કહ્યુ એ ભૂલી ગયા. નીતિન પટેલ એટલા બધા આક્રમક હતા કે તેઓ ભરત જી ઠાકોરની જગ્યાએ ભરતસિંહની સામે આક્ષેપ કરતા રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.