રિહર્સલ દરમિયાન પાકિસ્તાની એરફોર્સનુ એફ-16 ક્રેશ, પાઈલોટનુ મોત

પાકિસ્તાની એરફોર્સનુ એક એફ-16 ફાઈટર જેટ પરેડના રિહર્સલ દરમિયાન ક્રેશ થઈ ગયુ છે. આ વિમાન ઉડાડી રહેલા પાઈલોટનુ પણ મોત થયુ છે.

પાકિસ્તાની એરફોર્સના કહેવા પ્રમાણે 23 માર્ચની પરેડમાં ભાગ લેવા માટે ચાલી રહેલા રિહર્સલ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં વિંગ કમાન્ડર નૌમાન અકરમનુ મોત થયુ છે

પ્લેન જ્યાં ક્રેશ થયુ છે તેની આસપાસનો વિસ્તાર લોકો માટે બંધ કરી દેવાયો છે તેમ ઈસ્લામાબાદના મેયરે કહ્યુ હતુ.

દરમિયાન આ જેટ ક્રેશ થયુ ત્યારે કેટલાક લોકોએ વિડિયો પણ ઉતાર્યો હતો. જેમાં વિમાન જ્યાં પડ્યુ ત્યાંથી આગ અને ધૂમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.