ભાજપનો કેસરીયો ધારણ કરી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કોંગ્રેસ છોડવાનું કારણ

મધ્ય પ્રદેશના કદ્દાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા લઈ લીધી છે. ભાજપાના અધ્યક્ષ જેપી નડ્ડાની મોજૂદગીમાં સિંધિયાએ પાર્ટી જોઈન કરી અને તેમણે કોંગ્રેસ છોડવાનું કારણ પણ જણાવ્યું. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, કોંગ્રેસ હવે પહેલા જેવી પાર્ટી રહી નથી. કોંગ્રેસમાં રહીને જનસેવા થઈ શકશે નહીં.

સિંધિયાએ કહ્યું કે, કોંગ્રેસમાં આજે જે સ્થિતિ પેદા થઈ છે, ત્યાં જનસેવાના લક્ષ્યની પૂર્તિ તે સંગઠનના માધ્યમે થઈ રહી નથી. વર્તમાનમાં કોંગ્રેસની જે સ્થિતિ છે. કોંગ્રેસ હવે પહેલા જેવી પાર્ટી રહી નથી.

ભાજપામાં સામેલ થતાં જ સિંધિયાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી હકીકતને ઓળખવા જ નથી માગતી. નવા નેતૃત્વ અને નવા વિચારોને નકારી રહી છે. આ વાતાવરણમાં રાષ્ટ્રીય સ્તરે જે સ્થિતિ બની ચૂકી છે, તો મધ્ય પ્રદેશમાં પણ રાજ્ય સરકાર સપના પૂરા કરી શકી નથી

મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર પર શાબ્દિક હુમલો કરતા તેમણે કહ્યું કે, 2018માં અમે એક સપનું લઈને આવ્યા હતા, પણ તે સમણાઓને પૂરા કરવા દીધા નહીં. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકારે વાયદાઓ પૂરા કર્યા નથી. કોંગ્રેસમાં રહીને જનસેવા કરી શકાઈ એમ નહોતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.