જ્યોતિરાદિત્ય સિંધિયા માટે મારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે- રાહુલ ગાંધી

એક સમયે રાહુલ ગાંધીની નજીકના રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે જ્યોતિરાદિત્ય લાંબા સમયથી રાહુલ ગાંધી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા પરંતુ તેમને મુલાકાત માટે સમય આપવામાં આવ્યો નહીં. આ સંબંધમાં પ્રથમવાક પોતાની પ્રતિક્રિયા આપતા જ્યોતિરાદિત્ય સિંધિયા વિશે સંસદ ભવનથી બહાર નિકળતા રાહુલ ગાંધીએ પત્રકારોને અનૌપચારિક વાતચીત (ઓફ ધ રેકોર્ડ)માં કહ્યું કે, જ્યોતિરાદિત્ય સિંધિયા એકમાત્ર એવા નેતા હતા જે મારા ઘરે ગમે ત્યારે આવી શકતા હતા. તેઓ કોલેજથી મારા મિત્ર હતા.

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશના કદ્દાવર નેતા અને પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા બુધવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ સિંધિયાને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીની સદસ્યતા આપી હતી. આ પહેલા તેઓ બપોરે 12.30 કલાકે પાર્ટીમાં સામેલ થવાના હતા, પરંતુ તે સમય આગળ વધારી દેવામાં આવ્યો હતો. સિંધિયાએ ભાજપમાં સામેલ થયા બાદ કહ્યું, હું ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, પીએમ મોદીનો આભાર માનું છું જેમણે મને આ પરિવારમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. સિંધિયાએ આ સાથે કહ્યું કે, ભારતનું ભવિષ્ય મોદીજીના હાથમાં સુરક્ષિત છે. તેમણે કહ્યું, મધ્ય પ્રદેશ સરકારમાં સપનાં તૂટી ગયા. મંદસૌરના હજારો ખેડૂતો પર કેસ આજે પણ ચાલી રહ્યો છ. રાજ્યમાં ખરેખર ટ્રાન્સફર ઉદ્યોગ ચાલી રહ્યો છે. કોંગ્રેસ આજે તે નથી, જે પહેલા હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.