હું જ્યોતિરાદિત્ય સિંધિયા નથી કે પોતાની મા મુકીને સાવકી માનું દૂધ પીવે: શૈલેષ પરમાર

રાજ્યસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો ભાજપ પ્રયત્ન કરતુ હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે આક્ષેપ કર્યો છે કે, ગતરાતથી ભાજપે તોડફોડ કરવાના પ્રયત્નો કર્યા છે.

ભાજપ 100 ટકા ધારાસભ્યો તોડવાનો પ્રયત્ન કરી રહી હોવાનો આક્ષેપ પણ શૈલેષ પરમારે લગાવ્યો છે. શૈલેષ પરમારે કહ્યુ કે, ભાજપ કોંગી ધારાસભ્યો પર સત્તાલાલચ અને લોભ આપે છે. પરંતુ કોઈપણ હાલતમાં કોંગી ધારાસભ્ય ભાજપમાં નહી જાય. તેમણે કહ્યું કે હું જ્યોતિરાદિત્ય સિંધિયા નથી કે પોતાની મા મુકીને સાવકી માને ધાવવા જાય. ભાજપ ગતરાતે અને આજે સવારે પણ ધારાસભ્યોને તોડવામાં નિષ્ફળ ગઈ છે તેમ શૈલેષ પરમારે કહ્યું.

મને પણ આડકતરી રીતે થઈ ઓફર

રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો તોડતા હોવાનો આરોપ લાગ્યો છે. જેમાં કોંગી ધારાસભ્ય પ્રતાપ દૂધાતે કહ્યું હતું કે તેમને પણ આડકતરી રીતે ઓફર થઈ હતી. પરંતુ જો અમારા ધારાસભ્ય તૂટશે તો ભાજપે પરિણામ ભોગવવું પડશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.