દેશે NPRથી ડરવાની જરૂર નથી, વિપક્ષના દરેક સવાલનો જવાબ આપવા તૈયારઃ અમિત શાહ

રાજ્યસભામાં દિલ્હી હિંસા (Delhi Violence) પર આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જવાબ આપ્યો હતો. અમિત શાહે કહ્યું કે, દિલ્હીમાં હિંસા ફેલાવનારને પાતાળમાંથી પણ શોધી લેશું. મોદી સરકાર તોફાનોની નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક રીતે તપાસ કરી રહી છે. વિપક્ષ દ્વારા દિલ્હી હિંસાને લઈને પોલીસ પર સવાલ ઉઠાવવાનો જવાબ આપતા ગૃહ પ્રધાને કહ્યું, ‘મારા પર આરોપ લગાવો પરંતુ દિલ્હી પોલીસ પર નહીં. 36 કલાકની અંદર પોલીસે હિંસા પર કાબુ મેળવી લીધો હતો. તોફાનોને 13 ટકા વિસ્તાર સુધી સીમિત રાખવા પોલીસની સફળતા છે.’

અમિત શાહે કહ્યું, ‘દિલ્હી હિંસામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈનના ઘરેથી ઘણી વસ્તુ મળી છે. તોફાનો શાંત થયા બાદ આમ આદમી પાર્ટીએ સેના તૈનાત કરવાનું કહ્યું હતું. તોફાનો શાંત થયા બાદ સેના તૈનાત કઈ રીતે કરી શકીએ છીએ.’

ગૃહ પ્રધાને કહ્યું, દિલ્હીમાં લોકો નાગરિકતા કાયદો લાગુ થયા બાદ હિંસક પ્રદર્શન કરી રહ્યાં હતા. નાગરિકતા કાયદાથી કોઈની નાગરિકતા જશે નહીં. કોંગ્રેસ કહે છે કે સીએએ અલ્પસંખ્યકો વિરુદ્ધ છે.

એનપીઆરથી ડરવાની જરૂર નથી
રાજ્યસભામાં અમિત શાહના નિવેદન દરમિયાન વિપક્ષે હંગામો કર્યો હતો. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે એનઆસરી અને એનપીઆરને લઈને સવાલ કર્યાં હતા. તેનો જવાબ આપતા અમિત શાહે કહ્યું, ‘હું પોતે કહ્યું છે કે એનપીઆરમાં કોઈ દસ્તાવેજ માગવામાં આવશે નહીં. પહેલાના એનપીઆરમાં પણ માગવામાં આવશે નહીં. જેટલી જાણકારી આપવી છે એટલી જાણકારી તમે આપી શકો છો. જે જાણકારી તમારી પાસે નથી તેને માગવામાં આવશે નહીં. આ દેશના કોઈ નાગરિકે એનપીઆરની પ્રક્રિયાથી ડરવાની જરૂર નથી.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.