કોરોનાવાઈરસ પર જીતનો‌ જશન- ચીનમાં નવા કેસમાં ઘટાડો, 11 હોસ્પિટલો બંધ કરાઈ

વુહાનમાં રોગીઓની સારવાર માટે બનાવેલ 11 અસ્થાયી હોસ્પિટલ બંધ કરાઈ છે. તેની ઉજવણી કરવા માટે સ્વાસ્થ્યકર્મી અને દર્દીઓ એકઠા થયા હતા. ચીને નવા કેસમાં ઘટાડો થયાનો દાવો કર્યો છે. વુહાન સિવાય બીજે ક્યાંયથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી. વુહાનમાં અમુક મહત્ત્વપૂર્ણ ઉદ્યોગોને ફરી શરૂ કરવા મંજૂરી અપાઈ છે.

રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોરોના ફેલાયા પછી વુહાનની પ્રથમ મુલાકાત લીધી અને અધિકારીઓ તથા મેડિકલ સ્ટાફની પ્રશંસા કરી હતી. બીજી બાજુ દુનિયાના 120 દેશ લપેટમાં છે. અત્યાર સુધી 1 લાખ 19 હજારથી વધુ વ્યક્તિ ચેપગ્રસ્ત થયા છે અને 4360 લોકો મૃત્યુ પામ્યા છે. ઈરાનમાં 24 લોકો મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં 291 લોકો મૃત્યુ પામ્યા છે અને 8042 લોકો ચેપગ્રસ્ત થયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.