કેજરીવાલ સરકારે કોરોનાને મહામારી જાહેર કરી, તમામ સિનેમાઘર 31 માર્ચ સુધી બંધ રાખવા આદેશ

કોરોના વાઈરસના ખતરાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે તેને મહામારી જાહેર કરી છે. સાથે જ દિલ્હીના તમામ સિનેમાઘરોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત જે સ્કૂલોમાં પરીક્ષા પૂરી થઈ ગઈ છે તેને પણ 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. હરિયાણા પછી કોરોનાને મહામારી જાહેર કરનાર દિલ્હી બીજુ રાજ્ય છે.

ભારતે કોરોના વાઈરસ અંગે આદેશ જાહેર કરી દીધા છે. બુધવારે જાહેર કરાયેલા આદેશ પ્રમાણે, 13 માર્ચની સાંજે 5.30 વાગ્યાથી 35 દિવસ માટે દુનિયાના કોઈ પણ દેશના દરેક વ્યક્તિના વિઝા રદ કરી દેવાયા છે. માત્ર ડિપ્લોમેટિક અને એમ્પોલયમેન્ટ વિઝાને છૂટ આપવામાં આવી છે. સરકારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે જો ભારતીયોએ બિનજરૂરી વિદેશયાત્રા ન કરવી જોઈએ. ભારતમાં રહેતા તમામ વિદેશીઓના વિઝા કાયદેસરના જ રહેશે. વાઈરસની મહામારી અંગે સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું કે, મેડિકલ પ્રોટોકોલ પ્રમાણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવામાં આવી રહ્યા છે.

ભારતમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 73 કેસની પુષ્ટી થઈ ચુકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રમાણે, અત્યાર સુધી દેશના એરપોર્ટ્સ પર વિદેશોથી આવેલા 10 લાખ 57 હજાર 506 લોકોનું સ્ક્રિનીંગ કરાઈ ચુક્યું છે. સામુદાયિક દેખરેખ માટે 35 હજાર લોકોને તહેનાત કરવામાં આવ્યા છે. સંક્રમિત લોકોને ટ્રેક કરવા માટે પણ પગલા લેવાઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.