રાજ્યમાં વેલ માર્ક લૉ પ્રેશર એરિયા સક્રિય, 24 કલાકમા ડિપ્રેશનમા પરિવર્તિત થશે આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં નવરાત્રીના પ્રારંભે ચોમાસું જામ્યું હોય તેવો મેઘાવી માહોલ છવાયો છે. છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદના કારણે રાજ્યમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનો ધોવાઈ ગયા છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં પ્રથમ બે નોરતાં દરમિયાન ગરબાના આયોજન રદ થયા છે તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
કચ્છ ઉપર વેલ માર્ક લો પ્રેશર એરિયા બન્યુ છે.અને પૂર્વ ઉતર પૂર્વ તરફ આગળ વધીને 24 કલાકમાં ડિપ્રેશનમા પરિવર્તિત થશે.જોકે આ સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી 3 દિવસભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.સાથે સાથે દરિયામા પવનની ગતી તેજ બનવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી ત્યારે પાટણ,રાજકોટ,પોરબંદર,મોરબી,દ્વારકા,બનાસકાંઠા,મહેસાણા,જામનગર,જુનાગઢ,કચ્છ.સાબરકાંઠા,ગાંધીનગર,ખેડા,અમદાવાદ,સુરેન્દ્રનગર,અમરેલી,ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડશે.
રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 133 ટકા વરસાદ નોંધાયો છે.અને છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 176 તાલુકમાં વરસાદ થયો છે.સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમા વરસાદની વિદાયની ઘડીઓ ગણાતી હોય છે.પરંતુ ચાલુ વર્ષે હવામા ભેજનુ પ્રમાણ યથાવત છે.અને વરસાદી સિસ્ટમ પણ સક્રિય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.