રક્ષા મંત્રાલયે જણાવ્યું- ઈરાનમાં ફસાયેલા અન્ય 250 લોકોને 15 માર્ચે જૈસલમેર લાવવામાં આવશે, તમામનું સ્ક્રીનિંગ કરાશે

દેશમાં કોરોના વાઈરસના અત્યાર સુધી 77 કેસ સામે આવી ચુક્યા છે. જેમાં કર્ણાટકમાં વાઈરસના કારણે એક 75 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. આ સાથે જ ઈરાનમાં ફસાયેલા 120 ભારતીયોને એર ઈન્ડિયાના વિમાન દ્વારા જેસલમેર લાવવામાં આવશે. સાથે જ દિલ્હીના તમામ સિનેમાઘરોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત જે સ્કૂલોમાં પરીક્ષા પૂરી થઈ ગઈ છે તેને પણ 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. હરિયાણા પછી કોરોનાને મહામારી જાહેર કરનાર દિલ્હી બીજુ રાજ્ય છે.

ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું, આગામી આદેશ સુધી દિલ્હીમાં સ્પોટ્સ સાથે જોડાયેલા તમામ કાર્યક્રમ રદ કરી દેવાયા છે. IPLની પણ કોઈ મેચ નહીં રમાય. સાથે જ એવા કોઈ પણ કાર્યક્રમ નહીં થાય, જ્યાં સેંકડો-હજારોની સંખ્યામાં લોકોએ ભેગા થવું પડે. તમામ રાજ્યો માટે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરાયો છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આવનારા દિવસોમાં કેન્દ્રીય મંત્રી વિદેશ પ્રવાસ નહીં કરે.

આંધ્ર પ્રદેશમાં ગુરુવારે કોરોના વાઈરસનો પહેલો દર્દી મળ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, સંક્રમિત વ્યક્તિ 6 માર્ચે ઈટલીથી નેલ્લોર પાછો આવ્યો હતો. તેના સંપર્કમાં આવનારા પાંચ લોકોને પણ ક્વારૈન્ટાઈન કરી દેવાયા છે. તો બીજી બાજુ ન્યૂઝ એજન્સીએ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીના હવાલાથી રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 14 હોવાની માહિતી આપી છે. અહીંયા ગુરુવારે મળેલા પૂણેમાં સંક્રમિત દર્દી તાજેતરમાં જ અમેરિકાથી પાછો આવ્યો હતો. તેના સહિત માત્ર માત્ર પૂણેમાં અત્યાર સુધી 9 લોકોમાં સંક્રમણની પુષ્ટી થઈ ચુકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.