કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરાનાની અસર હવે ભારતમાં પણ દેખાઈ રહી છે. મળતી માહિતી મુજબ કોરોના વાયરસના કારણે ભારતમાં એક વ્યક્તિનું મોત થયું છે. જેના કારણે હવે ભારતમાં પણ કોરોનાનો ડર લોકોમાં જોવાઈ રહ્યો છે. કોરોના વાયરસની અસરે વૈશ્વિક બજારમાં રેકોર્ડ કડાકો નોંધાયો છે. અમેરિકાના ડાઉ જોન્સમાં લોએર સક્રિટ લાગી છે. ત્યારે ઘરેલું માર્કેટમાં પણ નિફ્ટીમાં લોઅર સર્કિટ લાગતા સેન્સેક્સ-નિફ્ટી પર ટ્રેડિંગ બંધ કરવામાં આવ્યું છે.
ઇક્વિટી માર્કેટમાં વેચવાલીના પગલે શુક્રવારે બુલિયન માર્કેટમાં પણ મંદ વલણ જોવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ગોલ્ડ વાયદા 1.62 ટકા અથવા 684 રૂપિયા ગગડીને 10 ગ્રામ દીઠ રૂ.41,522 નજીક બોલાઈ રહ્યા છે. જ્યારે ચાંદી વાયદાના ભાવ 3.12 ટકા અથવા રૂ.1,377 રૂપિયા પટકાઈને રૂ.42,762 કિલો દીઠ બોલાઈ રહ્યા છે. આ પહેલા રૂપિયમાં નરમાઈને પગલે દિલ્હીમાં ગુરૂવારે સોનાના ભાવ રૂ.128 ગગડીને 10 ગ્રામ દીઠ રૂ.44,490 નજીક જ્યારે ચાંદીના ભાવ રૂ.302 પટકાઈને કિલો દીઠ રૂ.46,868 નજીક નોંધાયા હતા.
માર્કેટની સ્થિતિને જોતા બજાર નિષ્ણાતો દ્વારા એવા અંદાજ લગાવવામાં આવી રહ્યા છે કે સોનાના ભાવ શુક્રવારે વધુ ગગડી શકે છે અને આ સાથે 7 વર્ષોનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળે તેવી મજબૂત સંભાવના છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવાર સવારે લગભગ 7 વાગ્યા સુધી વૈશ્વિક સોનું 0.9 ટકા ગગડીને ઔંસ દીઠ $1,562.30 બોલાઈ રહ્યું હતું. જ્યારે આ પહેલાના સેશનમાં સોનું 3 ટકાથી વધુ પટકાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.