યુપીમાં કોરોનાને લઈને યોગી સરકારની મોટી જાહેરાત, 22 માર્ચ સુધી તમામ શાળા-કોલેજ બંધ

ઉત્તર પ્રદેશના ઘણા શહેરો કોરોના વાઇરસની ઝપેટમા આવી ગયા છે. જેના લીધે યોગી સરકારે કોરોના વાઇરસને મહામારી જાહેર કરી દીધી છે. એના સિવાય બધી સ્કુલ અને કોલેજમા 22 માર્ચ સુધી બંધ રાખવા માટે આદેશ જાહેર કર્યો છે. લખનઉંમા અધિકારીઓની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યોજેલી બેઠકમા નિર્ણય કરેલો છે. આ નિર્ણય લીધા બાદ તેની સમિક્ષા કરવામા આવશે, જેના પછી આગળના નિર્ણયો લેવામા આવશે.

મીટીગ બાદ CM યોગી આદિત્યનાથએ પ્રેસ કોન્ફરન્સ પર જણાવ્યુ કે, યૂપીમા અત્યાર સુધીમા કોરોના વાઇરસના 11 કેસો સામે આવ્યા છે. વાઇરસથી સંક્રમિત 10ની સારવાર દિલ્હી અને 1ની સારવાર લખનઉં સ્થિત કિંગ જોજ મેડિકલ યૂનિવર્સિટીમા ચાલી રહ્યો છે. કોરોનાથી લડવા માટે અમે લગભગ દોઢ મહિનાથી તેયારી કરી રહ્યા છિએ અને અમારી પાસે બચાવ માટેના તમામ ઉપાય છે. 24 મેડિકલ કોલેજમા 448 બર્થ રિઝર્વ્ડ કરી છે. આ મેડિકલ કોલેજમા સેમ્પલના તપાસની પણ સુવિધા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.