નરહરી અમિન કોંગ્રેસમાં હતા ત્યારે મધ્ય ગુજરાતમાં તેઓનો દબદબો હતો આજે પણ તેમની ગણતરી ભાજપના કદાવર નેતા તરીકે થાય છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે સીધો સંબંધ ધરાવતા નરહરી અમિનને ભાજપે આયોજન પંચના ઉપાધ્યક્ષનું પદ આપી માન અને સન્માન આપ્યું હતું.
પરંતુ આજે સમય બદલાયો હોય તેવું એક વાઇરલ થયેલા વિડિયો પરથી સાબિત થાય છે કે પાર્ટીઓમાં તેઓ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના આભારી છે. નરહરી અમીન પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાધાણીને નમન કરતા નજરે પડી રહ્યાં છે.
નરહરી અમીન ઉંમરમાં જીતુ વાઘાણી કરતાં ઘણા મોટા છે. ટીકિટ જાહેર થતાં કમલમ પહોંચેલા નરહરી અમીને જીતુભાઈને નમન કરી ગળે મળ્યા હતા. એટલે ટીકિટ આપવા માટે આભારી હોવાનો બદલો નરહરી અમીને નમન કરી પૂરો કર્યો હતો. રાજકીય નેતાઓમાં પગમાં ઝૂકવું એ શિષ્ટાચાર ગણાય છે. ભલે એ વ્યકિત ગમે તે ઉંમરનો હોય. આ વાયરલ થયેલી તસવીર બાદ લોકો જીતુભાઈને પણ આ શોખ હોવાની ચર્ચા કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.