ભાજપમાં સામેલ થયાના બે દિવસ પછી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભોપાલમાં રાજ્યસભા માટે ઉમેદવારી દાખલ કરી છે.

ભોપાલ: ભાજપમાં સામેલ થયાના બે દિવસ પછી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભોપાલમાં રાજ્યસભા માટે ઉમેદવારી દાખલ કરી છે. વિધાનસભામાં સિંધિયાએ ઉમેદવારી નોંધાવી તે દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રાજ્યસભા સાંસદ પ્રભાત ઝા, પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા, ગોપાલ ભાર્ગવ પણ હાજર રહ્યા હતા. આ પહેલાં સિંધિયાએ  ભાજપ નેતાઓ સાથે નરોત્તમ મિશ્રાના ઘરે લંચ કર્યું હતું. પહેલાં શક્યતા હતી કે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે બેંગલુરુમાં હાજર સિંધિયા જૂથના મંત્રી-ધારાસભ્યો હાજર રહેશે પરંતુ અંતે તેઓ પહોંચી શક્યા નહતા. સિંધિયાની સાથે ભાજપના બીજા ઉમેદવાર સુમેર સિંહ સોલંકીએ પણ ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું છે.

અનુમાનો લગાવાઈ રહ્યા છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક મંત્રી અને ધારાસભ્ય શુક્રવારે બપોર બાદ ભોપાલ જઈ શકે છે. આ તમામની સાંજ સુધી વિધાનસભા અધ્યક્ષ સાથે મુલાકાત થાય તેવી શક્યતાઓ છે. આ સાથે જ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે બેંગલુરુથી પાછા આવનારા ધારાસભ્યોમાં કોરોના વાઈરસના સંક્રમણની આશંકા વ્યક્ત કરાઈ છે. દિગ્વિજયે તેમનો ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. 10 માર્ચે ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમેર સિંહ સોલંકીને પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે. આજે કોંગ્રેસના બીજા ઉમેદવાર ફુલ સિંહ બરૈયા પણ ઉમેદવારી ફોર્મ ભરશે, જ્યારે દિગ્વિજય સિંહ ગુરુવારે જ ઉમેદવાર ફોર્મ ભરી ચુક્યા છે.

મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની કુલ 11 સીટ છે. અત્યારે ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે 3 સીટ છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યત્ર પ્રભાત ઝા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યનારાયણ જટિયાના રાજ્યસભાનો કાર્યકાળ 9 એપ્રિલે પૂરો થઈ રહ્યો છે. આ ત્રણેય સીટ પર 26 માર્ચે ચૂંટણી થવાની છે. મધ્ય પ્રદેશની 230 સભ્યોવાળી વિધાનસભામાં અત્યારે 228 ધારાસભ્યો છે. 2 ધારાસભ્યોના નિધન પછી2 સીટ ખાલી છે. પરંતુ મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડતા જ પાર્ટીના 22 ધારાસભ્યોએ રાજીનામા આવી દીધા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.