ખેલૈયાઓ જેની આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યા હતા તે નવલી નવરાત્રી આવી ગઇ છે પરંતુ વરસાદ તેમાં જાણે વિલન બન્યો છે. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરાયું છે. વરસાદી માહોલ વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાંજે નવલા નોરતાનું ઉદ્ઘાટન કરશે. ત્યારે કાદવ-કીચડ પણ મોટા પાયે હોવાથી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામરીગી કરવામાં આવી.
મુખ્ય ફંક્શન જ્યાં થવાનું છે તે સ્ટેજ પાસે પાણી ન ભરાય તે માટે પેવર નાંખવામાં આવ્યા. તો અન્ય જગ્યાએ માટી નાંખવામા આવી. સોફા-ખુરશીઓ ભીની થઇ ગઇ હોવાથી બદલી તેને પ્લાસ્ટીકથી કવર કરવામા આવી. જીએમડીસી મેદાનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા. જોકે તંત્રએ નવરાત્રી ઉજવવા માટે તમામ તૈયારીઓ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.