મહેન્દ્રસિંહ ઝાલાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, મારું નામ છગન મકવાણા છે હું અહીંયા મારી ગાડી લેવા માટે આવ્યો હતો. જોકે પાછળથી ખુલાસો થયો હતો કે છગન મકવાણા SRP ક્લાર્ક છે.
ક્રિષ્ના વોટર પાર્કમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નિવૃત્ત અધિકારી રાજભા વાઘેલાની બર્થ-ડે પાર્ટીમાં પોલીસકર્મીઓ સહિત કેટલાંક લોકો નશાની હાલતમાં હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા ગુરૂવાર રાતે દરોડા પાડ્યા હતાં. આ દરોડામાં દિવાલ કૂદીને ભાગેલા SRPના ક્લાર્ક મહેન્દ્રસિંહ ચંદુભા ઝાલાએ મીડિયાના કેમેરા સામે પોતાની ઓળખ છગન મકવાણા તરીકે આપી હતી.
મહેન્દ્રસિંહ ઝાલાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, મારું નામ છગન મકવાણા છે હું અહીંયા મારી ગાડી લેવા માટે આવ્યો હતો. જોકે પાછળથી ખુલાસો થયો હતો કે છગન મકવાણા SRP ક્લાર્ક છે.
ઘંટેશ્વર SRPમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં ઝાલા છગન બનીને ભાગગી ગયા હતાં. તેમના પગ કાદવથી લથબથ જોવા મળ્યાં હતાં. મહેન્દ્રસિંહ ઝાલા જ્યારે દિવાલ કૂદીને ભાગવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે ખેતરમાં કાદવામાં પડ્યાં હતાં.
કાદવમાં પડતાં જ તેમના પગ કાદવથી લથબથ થઈ ગયા હતા. પોલીસે આ પાર્ટીમાંથી ઝડપેલા 10 લોકો પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જેમાંથી 5 લોકો પાસે પરમીટ હતી. જ્યારે બાકી ના વગર પરમીટે દારુ ની મહેફિલ માણતા ઝડપાયા હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.