IPL બાબતે આ શરત પૂર્ણ નહીં થાય તો રદ્દ પણ થઈ શકે છે, ને રદ થશે તો જાણો કેટલું થશે નુકસાન

કોરોના વાયરસે વિશ્વભરમાં કોહરામ મચાવ્યો છે. શેરબજાર, બોલિવૂડ અને સ્પોર્ટસ ઈવેન્ટ પણ કોરોના વાયરસની ચપેટમાં આવી છે. ત્યારે કોરોના વાયરસનાં કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ IPL 2020નાં શેડ્યુલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિમાં જો IPL રદ્દ કરવાની નોબત આવે તો ભારતીય ક્રિકેટ બોર્ડને બજો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે.

IPLનાં એક અધિકારીએ એક સ્પોર્ટસ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે કોરોના વાયરસનાં કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. હાલ તો તારીખ બદલવામાં આવી છે. બધું ઠીક રહેશે તો 20 એપ્રિલની આસપાસ IPL શરુ કરી દેવામાં આવશે જેનો નિર્ણય 10મી એપ્રિલ સુધી લેવાઈ શકે છે. પરંતુ જો 20મી એપ્રિલ સુધી લીગ શરુ થતી નથી તો તેને આવતા વર્ષ ટાળવામાં આવશે.

કોરોના વાયરસનાં કારણે જો IPL રદ્દ થાય તો BCCIને અબજો રૂપિયાનું નુકસાન થશે. જો IPL ખાલી સ્ટેડીયમમાં કરવામાં આવે તો દર્શકો દ્વારા મળતી રાશિમાં ભારે નુકસાન થશે. સ્ટાર સ્પોર્ટસે IPLનું સીધું પ્રસારણ કરવા માટે પાંચ વર્ષનાં આશરે 16000 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. જો IPL રદ્દ થાય છે અથવા તો મેચની સંખ્યામાં ઘટાડો થાય છે તો સ્ટાર સ્પોર્ટસ પણ આ મુદ્દે ફરીથી ચર્ચા વિચારણા કરવા પ્રયત્ન કરશે. એક અહેવાલ મુજબ જો IPL રદ્દ થશે તો BCCIને લગભગ 10 હજાર કરોડનું નુકસાન થશે.

હાલમાં મળતી માહિતી અનુસાર એપ્રિલનાં પહેલા અઠવાડિયામાં કોરોના વાયરસની પરિસ્થિતિ અનુસાર IPL મુદ્દે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ IPLનું આયોજન કરવામાં આવે તો 31 મે સુધી 60 મેચ રમી શકાય એટલો પર્યાપ્ત સમય પણ છે. કોરોના વાયરસનાં કારણે વિશ્વનાં કેટલાય સ્પોર્ટસ ઈવેન્ટ રદ્દ કરવામાં આવ્યા છે. અમુક ઈવેન્ટને સ્થગિત કરવામાં આવી છે. ભારતમાં અત્યાર સુધી 2 મોત થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.