ચીનમાં ભીષણ રોડ અકસ્માત, યાત્રીઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 36નાં મોત

ચીનના પૂર્વી જિયાંગ્સુ પ્રાંતમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 36 લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં અન્ય 36 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટના શનિવારે બની હતી. જિયાંગ્સુ પ્રાંતમાં એક એક્સપ્રેસ વે પર બસ અને ટ્રકની જોરદાર ટક્કર થઈ હતી, જેમાં 36 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બસમાં લગભગ 69 લોકો સવાર હતા. પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત બસનું ટાયર ફ્લેટ થવાના કારણે થયો હતો.

ઘાયલોમાં 9 લોકોની હાલત ગંભીર છે, જ્યારે 26 લોકોને ઈજા થઈ છે. જ્યારે એક યાત્રીને ઉપચાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. દુર્ઘટનાની જાણ થતાં બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ હતુ. લગભગ 8 કલાકનાં બચાવકાર્ય બાદ ચાંગચુન-શેન્ઝેન એક્સપ્રેસવે ફરીથી ખુલી ગયો હતો.

ચીનમાં ઘણી વખત આવી જીવલેણ ઘટનાઓના સમાચારો સામે આવે છે કારણ કે અહીં ટ્રાફિકના નિયમોનું ઘણી વાર જાણી જોઈને ઉલ્લંઘન કરવામાં આવે છે. એક અહેવાલ મુજબ, ફક્ત 2015 માં જ ચીનમાં 58 હજાર લોકો જીવલેણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘનને કારણે  90% અકસ્માતો થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.