દુનિયામાં સૌથી વિકસિત ગણાતી મહાસત્તા અમેરિકામાં પણ રોજેરોક કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને દરદીઓની સંખ્યા બધીને 1000 કરતાં પણ વધારે થઈ ગઈ છે. આ દરમિયાન સિએટલમાં રહેતી કોરોના વાયરસની પીડિત એલિઝાબેથ શેન્ડરે તેની એક ફેસબુક પોસ્ટમાં કોરોના વાયરસ એટલે કે Covid-19 ફેલાવા અંગે કેટલાક ચોખાવનારા ખુલાસા કર્યા છે. એલિઝાબેથે આ પોસ્ટમાં વાયરસ સાથે સંકળાયેલ ઘણાં જૂઠ્ઠાણાં અંગે ખુલાસા કર્યા છે અને કેટલાક ચોંકાવના રા ખુલાસા પણ કર્યા છે. સાથે-સાથે આ પોસ્ટમાં એલિઝાબેથે એમ પણ દાવો કર્યો છે કે, તે હવે ઠીક થઈ રહી છે.
મળેલી માહિતી અનુસાર, એલિઝાબેથ યૂનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના સિએટલ ફ્લૂ સ્ટડી કેન્દ્રમાં એક એક તપાસ દરમિયાન તેને કોરોનાથી પીડિત જણાયી. આ પોસ્ટમાં એલિઝાબેથે જણાવ્યું છે કે, તેને માત્ર ખાંસી જ હતી, તેને તાવ પણ નહોંતો આવ્યો કે છીંકો પણ નહોંતી આવતી. આ બધાં લક્ષણોના આધારે જ એલિઝાબેથે કેટલાક સવાલ કર્યા છે.
શું છે પોસ્ટમાં
પોતાની ફેસબુક પોસ્ટમાં એલિઝાબેથ લખે છે કે, મારા ઘણા મિત્રોની વિનંતિ બાદ મેં આમ જાહેરમાં લખવાનું નક્કી કર્યું. જ્યાં સુધી મને લાગે છે, હું એક હાઉસ પાર્ટીમાં તેમના સંપર્કમાં આવી હતી. જોકે અમારામાંથી કોઇપણ મિત્રને શરદી-ખાંસી કે તાવનાં લક્ષણો નહોંતાં. મારી સાથે એ પાર્ટીમાં હાજર લગભગ 40% લોકોને કોરોના થઈ ગયો. મીડિયા ભલે કહે કે, તમે હાથ ધોશો અને શરીરને સાફ રાખશો તો તમે આ વાયરસથી બચી સકશો. પરંતુ મેં તો આ બધું જ કર્યું હતું, છતાં હું તેની ચપેટમાં આવી ગઈ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.