કેન્દ્ર સરકારે કોરોના વાયરસને નેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે કોરોના વાયરસથી જીવ ગુમાવનારા દર્દીઓના પરિવારને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. સરકારે એસડીઆરએફ અંતર્ગત સહાયતા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી કોવિડ-19ને એક અધિસૂચિત કટોકટી તરીકે જાહેર કરી છે.
દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને શનિવારે 83 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 10 દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 73 લોકો સારવાર હેઠળ છે. જ્યારે કે બે લોકોના મોત નિપજ્યા છે. કોરોના વાઈરસના વધતા ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વનું પગલું લીધું છે અને N-95 માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાતની વસ્તુઓની શ્રેણીમાં સામેલ કરી દીધા છે જેથી તેનું કાળાબજાર થતાં અટકાવી શકાય.
આ પગલું લીધા પછી કેન્દ્ર અને રાજ્ય કોરોના વાઈરસના બચાવના કામમાં આવતી વસ્તુઓના ઉત્પાદન, ગુણવત્તા અને ડિસ્ટ્રીબ્યૂશનને નિયત્રિંત કરી શકે. સરકારે કહ્યું છે કે, આ આદેશ 30 જૂન સુધી પ્રભાવિત રહેશે. તેમાં માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાત વસ્તુઓના અધિનિયમ અંતર્ગત રાખવામાં આવ્યા છે. આ અધિનિયમનું ઉલ્લંઘન કરનાર માટે 7 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.