વૈશ્વિક મંદી અને બેરોજગારીના સંકટ વચ્ચે કોરોના વાયરસથી હવે નોકરીઓ જવાનો મોટો ભય

એક તરફ જ્યાં ભારત સહિત આખા દુનિયા વૈશ્વિક મંદીથી બહાર નીકળવાની કોશિશ કરી રહી હતી. ત્યારે કોરોના વાયરસે બધી મહેનત પર પાણી ફેરવી દીધું હોય એમ લાગી રહ્યું છે. કોરોના વાયરસના કારણે વૈશ્વિક બજારો પર ગંભીર પ્રતિકુળ અસર જોવા મળી છે. ભારતીય માર્કેટમાં પણ ધરખમ કડાકો જોવા મળ્યો છે. ત્યારે વિવિધ સેક્ટર્સ પર મંદીના વાદળ છવાયા છે.

કોરોના વાયરસના કારણે ભારતમાં વિવિધ સેક્ટર્સમાં મંદીની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે હવે લોકોની નોકરીઓ પર સંકટ મંડરાઈ રહ્યું છે. ભારતમાં પણ પર્યટન ઉદ્યોગથી જોડાયેલ લોકો માયૂસ છે. જોખમ માત્ર કારોબાર પર નહીં પણ લોકોની નોકરીઓ પર પણ છે. હોટલ કોરાબાર, ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપની અને એરલાઇન્સ કંપનીઓના કારોબાર પર પ્રતિકુળ અસર થઈ છે. આ ત્રણે સેક્ટર્સમાં નોકરીઓ પર ખતરો મંડરાઈ રહ્યો છે.

બજાર નિષ્ણાતો મુજબ કોરોના વાયરસના કારણે હોટલ અને એરલાઈન્સ કંપનીઓના કારોબારમાં અંદાજે 70થી 80 ટકા સુધીનો ઘટાડો થયો છે. માર્ચ અને એપ્રિલ મહિનો ઇન્ક્રીમેન્ટનો હોય છે પરંતુ હાલ કર્મચારીઓની નોકરી જવાનું જોખમ સેવાયું છે. જો કે, રિપોર્ટ મુજબ અત્યાર સુધી કોઈ પણ કંપનીમાં કર્મચારીની છંટણી કરવામાં આવી નથી. પરંતુ જો કોરોનાનું જોખમ યથાવત રહ્યું તો આવનારા સમયમાં લોકોની નોકરી જઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.