મધ્યપ્રદેશમા ભાજપની સરકાર બને તો પણ સીએમની ખુરશી માટે થશે કલહ, આ રહ્યા કારણો

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકારને આવતીકાલે, 16 માર્ચે ફ્લોર ટેસ્ટનો રાજ્યપાલે આદેશ આપ્યો છે. ફ્લોર ટેસ્ટમાં જો કમલનાથ સરકાર બહુમતી સાબિત ના કરી શકે અને ભાજપની સરકાર બનવાના સંજોગો સર્જાય તો ભાજપમાં પણ આંતરિક કલહ થઈ શકે છે.

એક અખબારી અહેવાલ પ્રમાણે ભાજપની સરકાર બનવાની શક્યતા સર્જાય તો મુખ્યમંત્રી પદ માટે પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહણ અને બીજા પણ ઉમેદવારો હશે. આ ખુરશી માટે પાર્ટીના વરિષ્ઠ નેતા નરોત્તમ મિશ્રા તરફથી પણ દાવો થઈ શકે છે. મિશ્રાને ગૃહ મંત્રી અમિત શાહના નિકટના વ્યક્તિ માનવામાં આવે છે.

તોમર અને મિશ્રાના નિકટના ટેકેદારોનુ માનવુ છે કે, ચૌહાણ રાજ્યમાં ત્રણ વખત સીએમ રહી ચુક્યા છે ત્યારે હવે બીજા નેતાને તક મળવી જોઈએ. જો ભાજપની સરકાર બની અને ચૌહાણ સીએમ તરીકે પાછા ફર્યા તો એવુ મનાશે કે મોદી અને શાહ સાથે તેમના લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ ખતમ થઈ ગયા છે.

ડિસેમ્બર 2018માં ચૂંટણી બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પાંચ જ બેઠકોનો તફાવત હતો અ્ને શિવરાજ સિંહ ચૌહાણ સરકાર બનાવવાનો પ્રયત્ન કરવા માંગતા હતા પણ પીએમ મોદીએ આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. એ પછી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં જ સક્રિય રહેવાના સંકેતો આપ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.