નવી દિલ્હી: લોકોએ દિલ્હીમાં ગૌમૂત્ર પાર્ટી કરી છે. પાર્ટીમાં લગભગ 200 લોકોએ ગૌમૂત્ર પીધુ હતુ. આ પાર્ટીને અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ કોરોના વાયરસને ભગાડવા માટે આયોજીત કરી હતી. હાલમાં દુનિયા કોરોના વાયરસનાં ગંભીર સંકટનો સામનો કરી રહી છે. પરંતુ આ પાર્ટીમાં સામેલ થનારા લોકોનું કહેવું છે કે, તેઓ ગૌ મૂત્ર પીને કોરોનાને ભગાડી શકે છે.
હિન્દુ મહાસભાનું માનવું છે કે, ગૌમૂત્રમાં ઔષધીય ગુણ હોય છે. આ કારણે તે કોરોના વાયરસને ભગાડી શકે છે. જોકે, તમામ ડોક્ટરોએ આ દાવાને ફગાવી દીધો છે.
આ પહેલાં થોડા ગ્રુપોએ ગાયનાં મૂત્રથી કેન્સર જેવી બિમારીઓ ઠીક થવાનો દાવો પણ કરતાં હતા. પરંતુ આ દાવાઓનો કોઈ સાયન્ટિફિક આધાર નથી.
તો દિલ્હીમાં ગૌમૂત્ર પાર્ટી આયોજીત કરનારા અખીલ ભારતીય હિન્દુ મહાસભાનું કહેવું છે કે, તેઓ આ પ્રકારની ઈવેન્ટ દેશનાં બીજા ભાગોમાં પણ કરાવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.