મધ્ય પ્રદેશને પગલે ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસમાં જૂથબંધી વધી છે. આજે પણ કેટલાક ધારાસભ્યોના રાજીનામા પડી શકે છે. નીતિન પટેલે રાજીનામા આપનારા ધારાસભ્યોને ભાજપમાં જોડાવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, વિકાસ કરવો હોય તો સંપર્ક હોવા જોઈએ. સરકાર સાથે મંત્રીઓ સાથે સારા સંબંધો હોવા જોઈએ.
નીતિન પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મહાત્મા મંદિરની વાત ટાંકતા કહ્યું કે, મારે દુખ સાથે કહેવું છે કે ગુજરાતના કેટલાક ધારાસભ્યો એ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કે મહાત્મા મંદિર ન જોયું હોય તેવા પણ છે. વધુમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં કેટલાક જ લોકોને સાચવવામાં આવતા હતા. ભાજપનું નેતૃત્વ જોઈ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાવા ઉત્સુક.
રાજ્યસભાની ચૂંટણી યોજાય તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોના ટપોટપ રાજીનામા પડી રહ્યાં છે. ગઇ કાલે ભાજપની શામ, દામ, દંડ-ભેદની નીતિની જાળમાં સપડાયેલાં ચાર કોંગ્રેસી ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકીને હાથનો સાથ છોડયો ત્યારે આજે ફરી એક ધારાસભ્યએ કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામું આપી દીધું છે. ડાંગના કોંગ્રેસી ધારાસભ્ય મંગળ ગાવિતે વિધાનસભાના સ્પીકરના ઘરે જઈને પોતાનું રાજીનામું ધરી દીધું છે. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ સંખ્યા 68 થઈ ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.