આ ઘટના અભૂતપૂર્વ છે. પંચોતર વરસનાં ઇતિહાસમાં યુનોએ જે કદી કર્યુ નથી તેવું પગલું ભર્યુ છે. અને ભારત સરકારે નાગરિકતા પ્રદાન કાયદા (સીએએ) અંતે ચાલી રહેલી સુનાવણીમાં ઝુકાવ્યું છે. યુનોનાં માનવ હક્કનાં હાઈ કમીશનર માઈકલ બેમર જેરી યા એ ભારતની સર્વોચ્ચ અદાલતમાં અરજીદાખલ કરી છે કે સીએએ બંધારણીય છે કે નથી તેની ચકાસણી માટેની 155 જેટલી અરજીઓની સુનાવણી શરૂ થાય ત્યારે માનવ હક્ક હાઈકમીશનને અદાલતના વકીલ (એમીક્સકયુરી) તરીકે ભાગ લેવાની પરવાનગી અને સગવડ અપાય. યુનો આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. અને કોઇપણ રાજ્યની આંતરીક બાબતોમાં માથું મારવાનો તેને અધિકાર નથી. ભારતનાં વિદેશ મંત્રાલયે અરજી ને ભારતની આંતરીક બાબતોમાં દખલગીરી ગણાવી છે. અને આ બાબતમાં કશું બોલવા કે કરવાનો અધિકાર કોઈ પરદેશી સંસ્થાને આપી શકાય નહીં તેવું જાહેર કર્યુ છે. ભારત લોકશાહી રાજ્ય છે. અને પાર્લોમેન્ટે ઘડેલા કાયદાની બાબતમાં યુનો દખલગીરી કરી શકે નહીં. સીએએ પૂરેપુરા સ્વરૂપમાં આંતરીક બાબત રહી નથી. ભારતનાં વિદેશ ખાતાનાં સર્વોચ્ચ અધિકારી જીનીવામાં યુરોપીય સંઘ રાજ્યનાં પ્રતિનિધી જોડે વકત વાટાઘાટો ચલાવી રહ્યા છે. બ્રીટન -અમેરીકાએ આ બાબતમાં અને સીએએ સામેનાં પ્રચંડ વીરોધને ખાળવા મતે જે પગલાં ભર્યા છે તે બાબતમાં અણગમો દર્શાવ્યો છે. સીએએના વિરોધીઓને ગોળીથી ઠાર મારવાનાં ભારત સરકારના મંત્રી અનુરાગ ઠાકુર સામે કશાં પગલાં ભરાયા નથી તે હકીકત દુનીયામાં ભારતની બદનામી થઈ રહી છે. અને યુનોનાં માનવ અધિકાર પંચે ભરેલું આ પગલું તેનું પરિણામ છે.
પણ યુનોનો અભિગમ કોઈ રીતે વાજબી ઠરાવી શકાય તેમ નથી. બારતમાં આવેલા નીરાશ્રીતોને નાગરીક બનાવવા કે નહીં, કોને બનાવવા તે બારત સરકાર જ ઠરાવી શકે. આ બાબતમાં કોઇ પરદેશીને દખલગીરી કરવાનો હક્ક આપી શકાય નહીં. સીએએનો વિરોધ કરવાનો આપણા સૌનો અધિકાર છે. બેચાર માથા ફરેલ ભાજપી આગેવાનોનાં બકવાસનાં કારણો આ અધિકાર નકારી શકાય નહીં. સીએએનાં વિરોધને કચડી નાખવા માટેના પોલીસ પગલાં પણ ગેરવાજબી અને પક્ષપાતી છે. તે બધું ખરું છે આ ઝઘડો નાગરીકો અને સરકાર વચ્ચેનો છે ભારત સરકારનાં સાર્વભૌમત્વ ને ઠેસ લાગે ત્યારે આપણા આંતરીક મતભેદ ભૂલીને ભારત સરકાર સાથે ઊભા રહેવા માટે આપણે બંધાયેલા છીએ. આપણા મતભેદની પતાવટ આપણે જે રીતે કરવી હોય તે રીતે કરીએ અને સરકારને ઉતારી પાડીએ, વિરોધ કરીએ તે આપણો માનવ હક્ક છે. પણ માનવહક્કનાં નામે ભારતની બાબતમાં બીજું કોઈ માથું મારે તે સાંખી લેવાનું અશકય બની જાય. માનવ અધિકાર પંચે કરેલી અરજી સર્વોચ્ચ અદાલત મંજુર રાખે તેવો કોઇ સંભવ નથી. ડીસેમ્બર મહિનાથી થઈ રહેલી અરજીઓની સુનાવણી સર્વોચ્ચ અદાલતે અત્યાર સુધી ટાળી છે. કારણ કે દેશનું વાતાવરણ ઉકળાટ ભર્યુ. છે. આવી નાજુક અને ચર્ચાસ્પદ બાબતમાં દુનિયા વગોવે તેનો પ્રતીકાર થવો જ જોઈએ. સરકારની કામગીરી માટે દેશની પ્રતિષ્ઠાને લાંછન લાગે તે સહન કરી શકાય નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.