નિર્ભયા બળાત્કાર અને હત્યાના મામલામાં ચારમાંથી ત્રણ દોષીતોએ પોતાની ફાંસી ટાળવા માટે આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, દોષી અક્ષય, પવન અને વિનયે આંતરરાષ્ટ્રીય કોર્ટ (International Court of Justice)માં અરજી દાખલ કરી છે. ચારેય દોષીતોએ આઈસીજેને પત્ર લખીને ફાંસી ટાળવાની અપીલ કરી છે. ચારેય દોષીતોના વકીલ એપી સિંહે કહ્યું કે, ફાંસીની સજા વિરુદ્ધ વિશ્વભરના વિભિન્ન સંગઠનોએ આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે.
એપી સિંહે જણાવ્યું કે, આ કેસમાં વિશ્વભરના લોકો રસ લઈ રહ્યાં છે. વિદેશોમાં વસેલા લોકોને ભારતીય ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ નથી. તેથી તેણે આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે કહ્યું કે, ચારેય દોષીતો અને તેના પરિવારજનોને ભારતીય ન્યાય વ્યવસ્થા અને રાષ્ટ્રપતિ પર વિશ્વાસ છે. ચારેય દોષીતોના પરિવારજનો ઈચ્છે છે કે રાષ્ટ્રપતિ તેમને ઇચ્છામૃત્યુની મંજૂરી આપે.
તમને જણાવી દઈએ કે આઈસીજેમાં માત્ર બે દેશોના વિવાદનો કેસ સાંભળવામાં આવે છે. જાણકારો માને છે કે નિર્ભયાના દોષીતોને કેસ વ્યક્તિગત છે, તેથી આશા ઓછી છે કે આઈસીજે તેના પર સુનાવણી માટે વિચાર કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.