સુરતઃ સુરતના (surat) માલીની વાડી ના ખાતાના ખાતેદાર ઉપર બે હુમલાખોરોએ ચપ્પુથી હુમલો (knife attack)કરી ફરાર થઈ ગયા હતા. ખાતાની અંદર લાગેલા સીસીટીવીમાં (CCTV)કેદ થયો છે. ખૂની ખેલ જાણે (surat police) સુરત પોલીસ માટે આવા કિસ્સો સામન્ય લાગી રહ્યા છે. સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હજુ પણ આરોપીઓ પકડ્યા નથી.
સુરતમાં એક વેપારીની ઓફિસમાં બે ઇસમો પાઇપ સહિતના હથિયારો સાથે પહોંચ્યા હતા. નવાઝ યાશીન ફતાહ અને શકિલ નામના આરોપીઓએ પૈકી નવાઝ દ્વારા પ્રથમ વેપારીના વાળ પકડી લીધા હતા. અને ત્યાર બાદ વેપારી પોતાનો બચાવ કરવા માટે ઉભા થયા ત્યારે, નવાઝે અચાનક પાછળ કમરના ભાગમાંથી ચપ્પુ કઢ્યું હતું અને સીધો હુમલો કરી દીધો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.
આરોપી એમ્બ્રોઇડરીના ખાતામાં ઘૂસી ગયા હતા અને ખૂની ખેલ ખેલ્યો હતો. જેમાં વેપારી નાસીરને ગંભીર ઇજાઓ પોહચી છે. માથા પર તો 13 ટાકા લેવાનો વારો આવ્યો હતો. જ્યારે છાતી અને પગના ભાગે પણ ઇજાઓ પોહચી છે. નાસીર હાલ પણ અડાજણ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ અને બંને હુમલાવારો હજી પણ પોલીસ પકડથી દૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.