સાઉદી અરેબિયાથી ગયા મહિને આવેલા 76 વર્ષિય વ્યક્તિનું તાજેતરમાં રેસ્પીરેટરી કોમ્પીલેકશનના કારણે ગુલબર્ગામાં મૃત્યું થયું હતું. તેમનું નામ હતું મોહમ્મદ હુસૈન સિદ્દિકી, તેમના લોહી તેમજ તેમના ગળાના સ્વેબના નમૂના લેવામાં આવ્યા છે.
મેહમ્મદ હુસૈન 29મી જાન્યુઆરીના રોજ સાઉદી અરેબિયા પહોંચ્યા હતા અને ત્યાંથી 29મી ફેબ્રુઆરીના રોજ પાછા આવ્યા હતા અને ત્યાંથી તેમને બેંગલુરુ ખાતેની નેશન ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જેમના રીપોર્ટ આવવાના હજુ બાકી હતા. તેમને પહેલેથી હાઇપર ટેન્શન અને અસ્થમાની પણ ફરિયાદ રહેતી હતી.
જિલ્લાની હેલ્થ ઓથોરીટીએ તેમના ઘરના 30 સભ્યોને ઘરમાં જ રહેવાની ફરજ પાડી હતી જેને તમે હોમ ક્વોરેન્ટાઇન્ડ પણ કહી શકો કારણ કે તે લોકો સિદ્દિકીના નજીકના સંપર્કમાં આવ્યા હતા. કર્ણાટકને ત્યાં સુધીમાં ચાર કોરોના વાયરસના કેસ મળ્યા હ્તા જેમાંથી ત્રણ તો કન્ફર્મ થઈ ચૂક્યા હતા. અને સાઉદી અરેબિયામાં પણ કોરોનાવાયરસના કેટલાક કેસો ત્યાં સુધીમાં નોંધાઈ ચુક્યા હતા. હજુ સુધી કોરોનાવાયરસના કારણે ભારતમાં કોઈ જ મૃત્યુ નોંધાયું નહોતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.