પાંચમાં ધારાસભ્યની કોંગ્રેસ સાથે ગદ્દારી, ડાંગના MLA મંગળ ગાવિતનું રાજીનામું

ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ચાર ધારાસભ્યોના રાજીનામા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળી ગયા છે, હવે પાંચમુ રાજીનામું ડાંગના કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિતનું પડ્યું છે, પાંચ સભ્યોએ કોંગ્રેસ છોડ્યાં પછી કોંગ્રેસ પાસે 68 ધારાસભ્યો બાકી રહ્યાં છે, તેમાંથી મોટાભાગના ધારાસભ્યોને જયપુર અને ઉદેપુર મોકલી આપ્યાં છે, જો કે હજુ પણ કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા છે.

રાજ્યસભાના બે ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીમાંથી એક ઉમેદવારની હાર નક્કિ દેખાઇ રહી છે, જેથી કોંગ્રેસ એક ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા કહી શકે છે. બીજી તરફ ચર્ચાઓ છે કે કોંગ્રેસના  એક ઉમેદવાર 15 કરોડ રૂપિયા લઇને વેચાઇ ગયા છે, જનતાના આર્શીવાદથી કોંગ્રેસના ધારાસભ્યો બન્યાં અને પછી રૂપિયાની લાલચમાં કોંગ્રેસ અને જનતાને ભૂલીને ભાજપ સાથે ચાલ્યાં ગયા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.