દિલ્હીની વિવાદાસ્પદ જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે.
JNU કેમ્પસના એક રોડને વીર સાવરકરનુ નામ આપવાના વિરોધમાં અસામાજીક તત્વો ગઈકાલે મોડી રાતે અટકચાળા કરવા માટે ઉતર્યા હતા. તેમણે રોડના સાઈન બોર્ડ પર લખવામાં આવેલા વીર સાવરકરના નામ પર કાળો કલર નાંખી દીધો હતો. તેની જગ્યાએ ડો.આંબેડકરનુ નામ લખી દીધુ હતુ અને સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, સાઈન બોર્ડ પર જિન્નાના ફોટોવાળા પોસ્ટરો લગાવાયા હતા.
જોકે આ હરકત કોણે કરી છે તે સામે આવી શક્યુ નથી.પોલીસને આ બાબતે કોઈ ફરિયાદ પણ હજી મળી નથી. જ્યારે આ રોડને વીર સાવરકરનુ નામ આપવાનુ નક્કી થયુ હતુ ત્યારે પણ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠને તેનો વિરોધ કર્યો હતો. જોકે સત્તાધીશો પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા.
ગયા વર્ષે યુનિવર્સિટીમાં વીર સાવરકરની પ્રતિમા લગાવવાના વિરોધમાં પણ વિ્દ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.